Home /News /gujarat /

'નવ ફૂટથી મોટી ન હોય તેવી  ઈકો ફ્રેંડલી ગણેશની મૂર્તિ જ બનાવો'

'નવ ફૂટથી મોટી ન હોય તેવી  ઈકો ફ્રેંડલી ગણેશની મૂર્તિ જ બનાવો'

રાજ્ય સરકારે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવને આવકાર્યો છે અને  ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં વિશેષ રસ દાખવી સરકાર પણ આવી પ્રતિમાઓને પ્રોત્સાહન આપી રહી છે.

રાજ્ય સરકારે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવને આવકાર્યો છે અને  ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં વિશેષ રસ દાખવી સરકાર પણ આવી પ્રતિમાઓને પ્રોત્સાહન આપી રહી છે.

  ન્યૂઝ18 ગુજરાતી :

  એક સમય હતો જ્યારે ગુજરાતમાં આઠથી દશ દિવસના ગણેશ ઉત્સવ બાદ પ્રતિમાઓની દુર્દશા જોઈ શ્રદ્ધાળુઓનું હૈયું ચિત્કારી ઊઠતું. રાજ્યભરમાં નદીઓ, તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી) અને કેમિકલવાળા રંગોના મિશ્રણથી બનેલી પ્રતિમાઓ પધરાવવામાં આવતી. આ કારણે અઢળક ગંદકી અને પ્રદુષણ પાણીમાં થતું। ક્યારેક તો તેમાં વપરાતા ઝેરી કેમિકલ્સને કારણે માછલીઓ સહિતના જળચર જીવોનાં મોટા પ્રમાણમાં મૃત્યુ થવાના અહેવાલો આવતા.

  જો કે  છેલ્લા કેટલાક સમયથી  રાજ્યભરમાં ગણેશ ઉત્સવને એક નવી જ રીતે ઊજવવાનું ચલણ વધી રહ્યું છે અને ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવનું અભિયાન રૂપ લઈ રહ્યું છે.

  ગુજરાત ગણેશ ઉત્સવ ઍસોસિયેશનના પદાધિકારીના જણાવ્યા અનુસાર, એક દાયકા પૂર્વે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પેંડ ગામે માટીમાંથી બનેલ શ્રીજીની પ્રતિમા લાવી તેને લોકોમાં વિના મૂલ્યે આપવામાં આવી હતી. તે સમયે  અમારો આશય ગણેશભક્તોમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓના સ્થાપનનું ચલણ વધારવાનો હતો. જો કે શરૂ-શરૂમાં લોકોને આ પ્રતિમાઓમાં ખૂબ જ ઓછો રસ પડતો, પરંતુ ધીરે ધીરે અમે તેઓને પી.ઓ.પી.માંથી બનેલ ગણેશ પ્રતિમાઓના નુકસાન અને માટીમાંથી બનેલ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાના ફાયદા સમજાવતાં તેઓને અમારી વાતમાં રસ પડવા લાગ્યો. પરિણામ એ આવ્યું કે પાછલા એક દાયકામાં ગણેશભક્તોમાં ખાસ્સું એવું પરિવર્તન આવ્યું છે. હવે તો ઘરે ઘરે લોકો માટીમાંથી બનેલી ગણેશ પ્રતિમાના સ્થાપનનો આગ્રહ રાખવા લાગ્યા છે.

  રાજ્ય સરકારે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવને આવકાર્યો છે અને  ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં વિશેષ રસ દાખવી સરકાર પણ આવી પ્રતિમાઓને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્ય સરકારે ગત વર્ષે પીઓપી પ્રતિમા બનાવતા કારીગરોને માટીથી બનતી ગણેેશ પ્રતિમાઓ બનાવતા વ્યવસાયમાં વાળવાનું અભિયાન ચલાવ્યું હતું. સાબરમતી જેલમાં કેદીઓ શ્રીજીની માટીમાંથી બનાવેલી પ્રતિમાઓ બનાવે છે. અમદાવાદમાં પણ અનેક સ્થળોએ હવે માટીમાંથી બનેલી પ્રતિમાઓ બનવા લાગી છે.  આ વર્ષે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને પીઓપી મૂર્તિઓ વિસર્જન સમયે નદીઓ અને તળાવના કિનારે પૂજન વિધિ કરી નદી/તળાવના કિનારે રાખવાનું અને આ જળાશયોમાં નહિ પધરાવવા, મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાની ના રાખવા, સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોને વધેલી અને ખંડિત મૂર્તિઓને બિનવારસી નહિ મુકવા અને નવ ફૂટથી મોટી મૂર્તિની સ્થાપના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત, ઈકો-ફ્રેંડલી મૂર્તિ બનાવી અને તેમાં કુદરતી કલરોનો ઉપયોગ કરવાની કડક સૂચના આપી છે

  ગુજરાત રાજયે પ્લાસ્ટર ઓફ પેરિસથી પર્યાવરણને થતાં નુકસાનો અટકાવવા અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓના ઉપયોગ દ્વારા જનભાગીદારીથી પર્યાવરણનું જતન કરવા ખાસ પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકી છે. પર્યાવરણને નુકસાનકર્તા પ્લાસ્ટર ઓફ પેરિસને છોડીને વધુ ને વધુ કારીગરો ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવતા થાય તે હેતુસર રાજય સરકાર દ્વારા માટીમાંથી મૂર્તિ બનાવવા તમામ કારીગરો માટે રો મટીરિયલ બેંક સ્થાપી રાહત દરે માટી અને આનુષંગિક રો-મટીરિયલ પૂરા પાડવા અને તૈયાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિના વેચાણ ઉપર સહાય પણ અપાઈ રહી છે.

  રાજય સરકારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિના ઉપયોગ ઉપર ભાર મૂકવા સ્વૈચ્છિક સંસ્થાઓ, મંડળો, સ્વસહાય જૂથ, સમાજના અગ્રણીઓ વગેરેના સહયોગથી જનભાગીદારીને પ્રેરિત કરવા ખાસ આયોજન કરે છે. સરકાર દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ અને અન્ય પ્રતિમાઓના ઉત્પાદન તથા વેચાણ પ્રોત્સાહક નીતિ મુજબ મૂર્તિના કારીગરોને પ્રોત્સાહન માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મૂર્તિ પ્રતિ ફૂટ રૂ. ૧૦૦/- પ્રમાણે ૧ ફૂટથી ૯ ફૂટ સુધીની મૂર્તિઓ માટે તેમજ કારીગર દીઠ વધુમાં વધુ રૂ. પ૦,૦૦૦/-ની વાર્ષિક મર્યાદામાં પ્રોત્સાહક સહાય આપવા તથા પ૦ ટકા રાહત દરથી માટી આપવાની બાબતનો સમાવેશ થાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગણેશજી અને દશામાની મૂર્તિઓ મહદ્ અંશે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી બનાવાય છે. આ પ્રવૃત્તિમાં અમદાવાદ, વડોદરા અને સૂરત શહેર મુખ્ય છે. એક અંદાજ મુજબ ૧૦,૦૦૦ કારીગરો દ્વારા તૈયાર થતી આવી બે લાખથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પદાર્થો હોય છે. જયારે રાસાયણિક રંગોમાં મકર્યુરી, લેડ, કેડમિયમ અને કાર્બન જેવા પદાર્થો હોય છે. નદી, તળાવ કે દરિયામાં આ મૂર્તિ વિસર્જિત થતાં પાણી પ્રદૂષિત થાય છે અને જલજ વનસ્પતિને પણ નુકસાન થાય છે.
  Published by:sanjay kachot
  First published:

  Tags: Ahmedabad police commissioner, Circular, ગુજરાત, પ્રદુષણ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन