ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, લઈ શકે છે આ મોટો નિર્ણય

ટ્રમ્પ H-1B, L-1 સહિત અન્ય વીઝાને સસ્પેન્ડ કરવાનો આદેશ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરી શકે છે

ટ્રમ્પ H-1B, L-1 સહિત અન્ય વીઝાને સસ્પેન્ડ કરવાનો આદેશ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)થી અમેરિકામાં પોતાના નાગરિકોની નોકરીઓ બચાવવા માટે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ભારતને મોટો આંચકો આપી શકે છે. ટ્રમ્પ H-1B, L-1 સહિત અન્ય વીઝાને સસ્પેન્ડ કરવાનો આદેશ પર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પના આ નિર્ણય પાછળ કોરોના વાયરસથી ઊભી થયેલી બેરોજગારી મુખ્ય કારણ છે. અમેરિકાને કોરોના વાયરસે ખરાબ રીતે પ્રભાવિત કર્યો છે, જેને કારણે ત્યાં લાખો લોકોની નોકરી છીનવાઈ ગઈ છે.

  H-1B વીઝા સસ્પેન્ડ કરવાથી પ્રભાવિત થનારા દેશોમાં ભારત મુખ્ય છે, કારણ કે ભારતના IT પ્રોફેશનલ્સમાં આ વીઝાની સૌથી વધુ માંગ રહે છે. H-1B વીઝા એક નોન-ઇમિગ્રેશન વીઝા છે. તે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓની નિયુક્તિ કરવાની સુવિધા આપે છે, ખાસ કરીને IT એક્સપર્ટ્સ કામોમાં.

  આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, બંને સાથે કરી રહ્યા છે વાત


  NPR ન્યૂઝે જણાવ્યું કે વર્ષના અંત સુધી H-1B, L-1 અને અન્ય અસ્થાયી કાર્ય વીઝા સસ્પેન્ડ કરવાના આદેશ પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના હસ્તાક્ષર કરવાની શક્યતા છે. જોકે આ નવા આદેશથી USમાં પહેલાથી કામ કરનારા લોકોને પ્રભાવિત થવાની શક્યતા નથી.

  નોંધનીય છે કે, H-1B વીઝા ભારતીય કંપનીઓના અમેરિકન ઓપરેશનની સાથે અમેરિકામાં કામ કરવા ઈચ્છુક ભારતીયોમાં લોકપ્રિય છે. અમેરિકન સરકાર દર વર્ષે H-1B વીઝાને 85,000 સુધી સીમિત કરી દીધો છે, જેમાંથી લગભગ 70% ભારતીયોને જાય છે. ટ્રમ્પ દ્વારા હોટલ અને નિર્માણ કર્મચારી માટે H-2B વીઝા અને રિસર્ચ સ્કોલર્સ અને પ્રોફેસર્સ અને અન્ય સાંસ્કૃતિક અને કામ માટે J-1 વીઝા પણ સસ્પેન્ડ કરી શકે છે.

  આ પણ વાંચો, કોરોનાની આડમાં મોટો સાઇબર હુમલો કરવાના પ્રયાસમાં હેકર્સ, સરકારે જાહેર કરી ચેતવણી
  Published by:user_1
  First published: