ટ્રમ્પની ચેતવણીઃ ભારતે જો દવા ન મોકલી તો અમેરિકાનો બદલો સહન કરવો પડશે

ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી હાઇડ્રોક્સિક્લોરોક્વીન સપ્લાય કરવા માટે રજૂઆત કરી હતી

ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી હાઇડ્રોક્સિક્લોરોક્વીન સપ્લાય કરવા માટે રજૂઆત કરી હતી

 • Share this:
  વોશિંગટનઃ અમેરિકામાં કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા ખતરાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ભારતને ચેતવણી આપી છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું છે કે જો ભારત કોરોના વાયરસ સામે લડવા માટે મહત્વપૂર્ણ દવાનું નિકાસ ન કરી તો તેને અમેરિકાનો બદલો સહન કરવો પડશે. થોડા દિવસો પહેલા ટ્રમ્પે ભારતથી હાઇડ્રોક્સિક્લોરોક્વીન (Hydroxychloroquine) દવા માંગી હતી. જોકે, ભારત તરફથી આ દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ દવા મલેરિયાના સારવારમાં ઉપયોગમાં લેવાય છે. કોરોના વાયરસથી લડવા માટે તેના દર્દીઓને સાજા કરવા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી તેમનું ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થઈ શકે.

  નોંધનીય છે કે, મલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા હાઇડ્રોક્સિક્લોરોક્વીનની નિકાસ પર પ્રતિબંધ વધુ કડક કરી દીધો છે તથા વિશેષ આર્થિક ક્ષેત્રો (સેઇઝ)ના એકમોને પણ પ્રતિબંધમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. સરકાર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે પરિસ્થિતિ બગડવાની આશંકાઓને જોતાં આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેથી દેશમાં જરૂરી દવાઓની અછત ઊભી ન થાય.

  આ પણ વાંચો, કોરોનાના સંક્રમણને રોકવામાં મલેરિયાની દવાઓ અસરકારક? દુનિયાભરમાં માંગ વધી

  વિદેશી વેપાર મહાનિદેશાલયે જાહેર કરી નોટિફિકેશન

  વિદેશી વેપાર મહાનિદેશાલયે એક નોટિફિકેશનમાં કહ્યું કે, હાઇડ્રોક્સિક્લોરોક્વીન તથા તેનાથી બનનારી અન્ય દવાઓની નિકાસ હવે સેઇઝથી પણ નહીં થઈ શકે, ભલે તેના માટે પહેલી મંજૂરી આપવામાં આવી ચૂકી હોય અથવા ચૂકવણી કરવામાં આવી ચૂકી હોય. નિકાસ પર કોઈ છૂટ વગર પ્રતિબંધ રહેશે.

  આ પણ વાંચો, કોરોના વાયરસથી સંક્રમિત બોરિસ જૉનસનની તબિયત બગડી, ICUમાં દાખલ

  કસ્ટમ ડ્યૂટી નિયમોના મામલામાં સેઇઝને વિદેશી નિકાસ માનવામાં આવે છે. આ કારણે નિકાસ પર પ્રતિબંધના આદેશ સામાન્ય રીતે સેઇઝ પર લાગુ નથી હોતું. સરકારે સ્થાનિક બજારમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે હાઇડ્રોક્સિક્લોરોક્વીનના નિકાસ પર 25 માર્ચે પ્રતિબંધ જાહેરાત કરી હતી.

  આ પણ વાંચો, કોરોના વાયરસઃ લૉકડાઉન ખતમ થયા બાદ સરકારનો આ છે આગળનો પ્લાન
  Published by:user_1
  First published: