ચીન (China) આંતરાષ્ટ્રીય મોર્ચા પર ચારે તરફથી ઘેરાયેલું નજરે પડે છે. અમેરિકા (US), ભારત (India)થી તણાવ સિવાય હોંગકોંગ (Hong kong), તાઇવાન (Taiwan) અને જાપાન (Japan)થી પણ તેના સંબંધો ઠીક નથી ચાલી રહ્યા. તેવામાં ચીની મીડિયા સતત આક્રમક વલણ રાખી અન્ય દેશોને ડરાવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગત થોડા દિવસ પહેલા ચીનના સરકારી છાપાએ અમેરિકી નૌસેનાને નિશાનો બનાવતા ધમકી ભરેલું ટ્વિટ કર્યું હતું જેનો US નેવીમાં સખત શબ્દોમાં જવાબ આપ્યો હતો.
તમને જણાવી દઇએ કે ગ્લોબલ ટાઇમ્સ ધમકી ભરેલી રીતે હથિયારના નામ ગણાવ્યા હતા જે એરક્રાફ્ટ કેરિયર્સને નાબૂદ કરવા સક્ષમ છે. જો કે આ પર જવાબ આપતા અમેરિકી નૌસેનાના ચીફ ઓફ ઇનફોર્મેશને ટ્વિટ કરીને કહ્યું કે આ બધું હોવા છતાં અમારા બે એરક્રાફ્ટ કોરિયા સાઉથ સીના આંતરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઊભા છે. વળી મજા લેતા યુએસએએ કહ્યું કે નિમિત્ઝ અને યુએસએસ રોનાલ્ડ રીગન અમારા વિવેકથી ભયભીત નથી.
ચીનથી તણાવની વચ્ચે અમેરિકી નૌસેનાએ પરમાણુ ઊર્જાથી ચાલતા પોતાના બે એરક્રાફ્ટ કેરિયરને દક્ષિણ ચીનના સાગરમાં મૂક્યા છે. ચીનની સેનાએ ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ધમકી આપી હતી. મિસાઇલ ડોંગફેંગ 21 અને ડોંગફેંગ 25 અમેરીકિ એરક્રાફ્ટ કેરિયરને નાબૂદ કરી શકે છે. સેનાએ ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ધમકી આપી હતી કે કિલર મિસાઇલ ડોંગફેંગ 21 અને ડોંગફેંગ 25 અમેરિકી એરક્રાફ્ટ કેરિયરને નાબૂદ કરી શકે છે. તેવામાં દક્ષિય ચીન સાગરમાં તેનાત અમેરિકી વિમાનવાહક યુદ્ધ જહાજ જે ત્યાં છે તે અંગે અમેરિકાએ જવાબ આપ્યો હતો. યુએસ નેવી લેફ્ટિનેંટ કમાન્ડર શૉન બ્રોકીએ જણાવ્યું કે અમેરિકી નૌસેનાનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ નિમિત્ઝ, યુએસએસ રોનાલ્ડ રીગન અને ચાર યુદ્ધપોત દિવસ રાત સાઉથ ચીનમાં યુદ્ધ અભ્યાસ કરી રહી છે. અમેરિકી નૌસેના દિવસ અને રાત બંને સમયે યુદ્ધઅભ્યાસ કરીને ચીને સખત સંદેશો આપી રહી છે.
વધુ વાંચો :
Corona: મુંબઈમાં ચીનથી વધુ કેસ, દિલ્હી આપી રહ્યું છે સૌથી વધુ સંક્રમિત 20 દેશોને ટક્કર
ઉલ્લેખનીય છે કે ટ્રંપ પ્રશાસન 3 વર્ષ પછી સાઉથ ચીનમાં પોતાના એરક્રાફ્ટ કેરિયર મૂક્યા છે. દુનિયાભરમાં અમેરિકી નૌસૈનિકને તાકાતનું પ્રતીક માનવામાં આવી છે. અમેરિકાએ સાઉથ ચીનમાં યુદ્ધ અભ્યાસ તેવા સમયે શરૂ કર્યું છે જ્યારે આ જ વિસ્તારમાં ચીની નૌસેનાએ યુદ્ધઅભ્યાસ કર્યો હોય. ચીનના નેવી પરાસેલ દ્રીપ સમૂહની પાસે ગત કેટલાક દિવસોથી યુદ્ધઅભ્યાસ કરવા તાઇવાન અને અન્ય પડોશી દેશોને ધમકાવી રહી છે.
ત્યારે અમેરિકાની યુદ્ધ જહાજનું અહીં હોવું તેની પર દબાવ બનાવી રહી છે.