US Election Result: અમેરિકાના અનેક શહેરોમાં ટ્રમ્પ-બાઇડન સમર્થકો વચ્ચે ઘર્ષણ, હાઇ અલર્ટ

US Election Result: અમેરિકાના અનેક શહેરોમાં ટ્રમ્પ-બાઇડન સમર્થકો વચ્ચે ઘર્ષણ, હાઇ અલર્ટ
વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પની હારની ખુશી મનાવવામાં આવી રહી છે ઉપરાંત નારેબાજી પણ ચાલુ છે

વ્હાઇટ હાઉસની બહાર ટ્રમ્પની હારની ખુશી મનાવવામાં આવી રહી છે ઉપરાંત નારેબાજી પણ ચાલુ છે

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામોમાં થઈ રહેલા વિલંબને કારણે અનેક શહેરોમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ છે. અનેક શહેરોમાં ટ્રમ્પ (Donald Trump) અને બાઇડન (Joe Biden)ના સમર્થકો વચ્ચે હિંસક ઘર્ષણના અહેવાલો પણ આવી રહ્યા છે. ટ્રમ્પ દોડમાં પાછળ પડ્યા બાદથી જ વોશિંગટનમાં વ્હાઇટ હાઉસની પાસે બ્લેક લાઇવ મેટર પ્લાઝા ખાતે હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ છે. અહીં ટ્રમ્પની હારની ખુશી મનાવવામાં આવી રહી છે ઉપરાંત નારેબાજી પણ ચાલુ છે. તેના થોડા અંતરે ટ્રમ્પના સમર્થકો પણ હાજર છે અને તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થયેલી છે.

    વોશિંગટન, વિસ્કોસિન, ફિલેડેલ્ફિયા, ન્યૂયોર્ક સહિત અનેક સ્થળે બાઇડન અને ટ્રમ્પના સમર્થક સામ-સામે છે અને અનેક સ્થળે હિંસક ઘર્ષણ થયાના અહેવાલ છે. તેમાંથી અનેક લોકોની પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે. વોશિંગટનની મેયર મુરિયલ બાઉસરે કહ્યું કે, કેટલાક લોકોએ જાણી જોઈને અફરાતફરી ફેલાવવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ સિએટલમાં પણ પ્રદર્શનકર્તાઓએ ટ્રાફિક રોકી દીધો છે. પોલીસે અહીં બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણ બાદ 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે કેટલાક લોકોએ અમારા એક અધિકારી પર હુમલો કર્યો હતો. તેમાંથી મોટાભાગના બ્લેક લાઇવ્ઝ મેટરના પ્રદર્શનકર્તા હોવાનું કહેવાય છે.



    ટ્રમ્પની વિરુદ્ધ થઈ રહ્યું છે પ્રદર્શન

    ન્યૂયોર્કમાં પણ લોકો ટ્રમ્પની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ટ્રમ્પ સપોર્ટર પણ ઉપસ્થિત છે. પ્રદર્શનકર્તાઓના પોસ્ટરો પર લખ્યું હતું, ટ્રમ્પ હંમેશા ખોટું બોલે છે. પ્રદર્શનકર્તાઓએ પોલીસની ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે. ત્યાં હિંસાની આશંકાની વચ્ચે હજારો દુકાનો બંધ રહી. બીજી તરફ પ્રશાસને સુરક્ષા એજન્સીઓએ અલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે પરિણામ જાહેર થયા બાદ સ્થિતિ બગડી શકે છે. ન્યૂયોર્ક સ્થિત ટ્રમ્પના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

    આ પણ વાંચો, US Election: કચ્છી મૂળના નીરજ અંતાણીએ મેળવી સિદ્ધિ, ઓહિયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા

    ટ્રમ્પે કોર્ટ જવાની ધમકી આપી

    ટ્રમ્પે દાવો કર્યો કે, ખૂબ જ નિરાશ એક લોકોનું સમૂહ બીજા સમૂહના લોકોને નિરાશ કરવનો પ્રયાસ કરી રહ્યા છે. અમે મોટી ઉજવણીની તૈયારીમાં હતા. અમે જીતી રહ્યા હતા. પરંતુ અચાનક બધું બદલી દેવામાં આવ્યું. ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે મતગણતરી રોકવામાં આવે. તેઓએ કહ્યું તેઓ સુપ્રીમ કોર્ટ જશે.
    ટ્રમ્પે કહ્યું કે, અમારું લક્ષ્ય હવે અ દેશની ભલાઈ માટે અખંડતા સુનિશ્ચિત કરવાનું છે. આ એક ખૂબ મોટી ક્ષણ છે. આ આપણા દેશની સાથે એક મોટી છેતરપિંડી છે. અમે ઈચ્છીએ છીએ કે કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. તેથી અમે સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છીએ.

    આ પણ વાંચો,US Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો- પેન્સિલ્વેનિયામાં ગાયબ થયા 5 લાખ વોટ

    બાઇડને આપ્યો વળતો જવાબ

    તેની પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં બાઇડનના અભિયાન પ્રંબધે ટ્રમ્પના નિવેદનને અપમાનજનક, અભૂતપૂર્વ અને ખોટું ગણાવ્યું. બીજી તરફ સ્થાનિક મીડિયાએ ટ્રમ્પની ટીકા કરી છે. રાષ્ટ્રપ્રમુખના આ નિવેદનની ટીકા કરતાં ન્યૂયોર્ક ટાઇમ્સે કહ્યું છે કે કોઈ પણ નિર્વાચિત નેતાને એવો અધિકાર નથી કે તે મતોની ગણતરીને રોકવાનો આદેશ આપે.
    Published by:Mrunal Bhojak
    First published:November 05, 2020, 11:37 am

    ટૉપ ન્યૂઝ