Home /News /gujarat /

નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ, જુઓ VIDEO

નેહા કક્કડનાં લગ્નમાં ઉર્વશી રૌતેલાએ ટોની કક્કડની સાથે મળીને કર્યો ખુબ ડાન્સ, જુઓ VIDEO

નેહા કક્કડ, એક્ટ્રેસ

આ લગ્નમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) સ્ટેજ પર નેહા કક્કડ (Neha Kakkar)નાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવી. ઉર્વર્શીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ શેર કર્યો છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત સિંગર નેહા કક્કર (Neha Kakkar) લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છએ. નેહાએ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) સાથે લગ્ન કર્યા છે. જણાવી દઇએ કે, નેહા કક્કડએ રોહનપ્રીતની સાથે તેનાં સંબંધની જાણકારી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જે બાદથી જ બંનેનાં લગ્નની ચર્ચાઓ થવા લાગી હતી. નેહા કક્કડ બાદ સોશિયલ મીડિયા પર તેમનાં ઘણાં બધા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. નેહાનાં લગ્નમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) પણ નજર આવી હતી.




    વાયરલ થઇ રહ્યો છે ઉર્વશીનો વીડિયો
    આ લગ્નમાં ઉર્વશી સ્ટેજ પર નેહાનાં ભાઇ ટોની કક્કડની સાથે ડાન્સ કરતી નજર આવે છે. ઉર્વશીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જે બાદ ટોની કક્કડનાં એક ફેનએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. ઉર્વશી ઉપરાંત નેહાનાં લગ્નમાં ઘણાં પંજાબી સિંગર્સ શામેલ થયા હતાં. જેણે તેમની અવાજથી નેહાનાં લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.

    તો નેહા અને રોહનપ્રીત પણ લગ્નમાં ખુબ મસ્તીથી ડાન્સ કર્યો તો. બંને એકબીજાનાં હાથ પકડી ઘણાં ગીતો સ્ટેજ પર ગાય હતાં. આપને જણાવી દઇએ કે, નેહા કક્કડ આજે જે સ્થાને છે ત્યાં સુધી આવવાં તેણે ઘણી મહેનત કરવી પડી છે. તેનાં માટે ઋષિકેશથી મુંબઇ સુધીનો સફર ઘણો સંઘર્ષ પૂર્ણ રહ્યો. નેહાએ તેનાં જીવનમાં દરેક પરિસ્થિતિઓનો સામો કર્યો અને પછી જોત જોતામાં તે મ્યૂઝિક આઇકોન બની ગઇ. નેહા આજે બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર્સનાં લિસ્ટમાં આવે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Neha kakkar, Rohanpreet Singh, Urvashi Rautela

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन