Home /News /gujarat /UPSC Recruitment 2022 : યુપીએસસી દ્વારા ભરતી, ઈન્ટરવ્યૂના માધ્યમથી સરકારી નોકરીની તક

UPSC Recruitment 2022 : યુપીએસસી દ્વારા ભરતી, ઈન્ટરવ્યૂના માધ્યમથી સરકારી નોકરીની તક

UPSCના માધ્યમથી ઈન્ડિયન ફોરસ્ટ સર્વિસની 151 જગ્યા માટે ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC Recruitment 2022)એ આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટોર્સ ઓફિસર અને આસિસ્ટન્ટ મિનરલ ઇકોનોમિસ્ટ જેવી વિવિધ જગ્યાઓની ભરતી માટે નોટિફીકેશન (Job Notification) અખબારમાં અને સત્તાવાર વેબસાઇટ - upsc.gov.in પર જાહેર કરી છે.

વધુ જુઓ ...
UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC Recruitment 2022)એ આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્ટોર્સ ઓફિસર અને આસિસ્ટન્ટ મિનરલ ઇકોનોમિસ્ટ જેવી વિવિધ જગ્યાઓની ભરતી માટે નોટિફીકેશન (Job Notification) અખબારમાં અને સત્તાવાર વેબસાઇટ - upsc.gov.in પર જાહેર કરી છે. ઉમેદવારો આ પોસ્ટ માટે 3 માર્ચ, 2022 સુધીમાં એપ્લીકેશન (Apply)કરી શકે છે.

આ પદો પર થશે ભરતી : આસિસ્ટન્ટ પ્રોફેસર (ઇતિહસ) ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટર (સિવિલિયન પર્સોનલ ડાયરેક્ટોરેટ), સંરક્ષણ મંત્રાલય (નૌકાદળ) – 01 પોસ્ટ

સ્ટોર્સ ઓફિસર, DRDO, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સંરક્ષણ મંત્રાલય – 11 પોસ્ટ

આસિસ્ટન્ટ મિનરલ ઇકોનોમિસ્ટ (ઇન્ટેલિજન્સ), ઇન્ડિયન બ્યૂરો ઓફ માઇન્સ, મિનિસ્ટ્રી ઓફ માઇન્સ – 14 પોસ્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર (આયુર્વેદ), અગડ તંત્ર એવમ વિધિ વૈદ્યક, ડિરોક્ટોરેટ ઓફ આયુષ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, દિલ્હી સરકાર – 1 પોસ્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર (આયુર્વેદ), પ્રસુતિ તંત્ર એવમ સ્ત્રી રોગ, ડિરોક્ટોરેટ ઓફ આયુષ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, દિલ્હી સરકાર – 2 પોસ્ટ

આસિસ્ટન્ટ પ્રોફેસર (આયુર્વેદ), શલક્યા તંત્ર, ડિરોક્ટોરેટ ઓફ આયુષ, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, દિલ્હી સરકાર – 1 પોસ્ટ

UPSC Recruitment 2022 :  શૈક્ષણિક લાયકાત

આસિસ્ટન્ટ પ્રોફેસર

ભારતીય યુનિવર્સિટીમાં 55 ટકા માર્ક્સ સાથે હિસ્ટ્રીમાં માસ્ટર ડીગ્રી અથવા ફોરેન યુનિવર્સિટીમાંથી તેને સમકક્ષ કોઇ ડીગ્રી. આ ઉપરાંત નેશનલ એલિજીબિલીટી ટેસ્ટ પાસ કરેલું હોવું જોઇએ. જોકે, પીએચડી કરેલા ઉમેદવારોને NET/ SLET/SETની જરૂર પડશે નહીં.

સ્ટોર્સ ઓફિસર

માન્ય યુનિવર્સિટીમાં ડીગ્રી મેળવેલી હોવી જોઇએ. આ ઉપરાંત ગવર્નમેન્ટ, પ્રાઇવેટ અથવા સેમી ગવર્નમેન્ટ સંસ્થામાં 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

AME

માન્યતા પ્રાપ્ત સંસ્થા/ યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ જીઓલોજી અથવા જીઓલોજી અથવા ઇકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી અથવા માઇનિંગ એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી કરેલી હોવી જોઇએ. આ ઉપરાંત 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

આ પણ વાંચો : ICMR NIMR Recruitment 2022 : આઈસીએમઆરની ભરતી, 60,000 રૂપિયા સુધી મળશે પગાર

આસિસ્ટન્ટ પ્રોફેસર (આયુર્વેદ)

માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આયુર્વેદ મેડિસિનની ડિગ્રી. ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ, 1970ના શિડ્યુલમાં સામેલ સંબંધિત વિષય/સ્પેશિયાલિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી.

નોકરીની ટૂકી વિગતો
જગ્યા30
શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ માટે અલગ અલગ છે
પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી25 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ3-2-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



UPSC Recruitment 2022 : વયમર્યાદા

આસિસ્ટન્ટ પ્રોફેસર (ઇતિહાસ) – 35 વર્ષ

સ્ટોર્સ ઓફિસર – 30 વર્ષ

આસિસ્ટન્ટ માઇનરલ ઇકોનોમિસ્ટ (ઇન્ટેલિજન્સ) – 35 વર્ષ

અન્ય આયુર્વેદ આસિસ્ટન્ટ પ્રોફેસરના પોસ્ટ માટે સમાન વય મર્યાદા 45 વર્ષ છે. જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર (આયુર્વેદ) શલક્ય તંત્ર માટે ઉમેદવારની વય મર્યાદા 48 વર્ષ છે.

UPSC Recruitment 2022 :  કઇ રીતે કરશો અરજી

-યુપીએસસીની ઓફિશ્યલ વેબસાઇટ www.upsconline.nic.in પર જઇ આ ભરતી માટેની નોટિફિકેશન પર ક્લિક કરો.

આ પણ વાંચો : NCSCM Recruitment: નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટની ભરતી, 67,000 સુધી મળશે પગાર

-હવે Apply Now પર ક્લિક કરો.

-રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગીન કરો અને ફોર્મમાં તમામ વિગતો ભરો અને સબમિટ કરો.

અરજી ફી તરીકે રૂ.25 ચૂકવવાના રહેશે. જોકે, SC/ ST/ PwBD અને મહિલા ઉમેદવારો માટે કોઇ અરજી શુલ્ક નથી.
First published:

Tags: Jobs and Career, Sarkari Naukri, UPSC, કેરિયર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો