યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, યુપીએસસી (Union Public Service Commission, UPSC) દ્વારા વરિષ્ઠ ડિઝાઇન અધિકારી (Senior Design Officer), સહાયક રજિસ્ટ્રાર, વરિષ્ઠ ટેકનીકી અધિકારી, સહાયક નિયામક વગેરેની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ હેઠળ કુલ 48 પોસ્ટની નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ્સ પર ઓનલાઇન અરજી શરૂ થઈ છે અને ઉમેદવારો 12 ડિસેમ્બર 2019 સુધી અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી જમા કરવાની છેલ્લી તારીખ 13 ડિસેમ્બર, 2019 છે.
પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
યુપીએસસી ભરતી 2019: આ દસ્તાવેજો ઇન્ટરવ્યૂમાં જરૂરી રહેશે
10 મા ધોરણની માર્કશીટ અથવા પ્રમાણપત્ર જેમાં જન્મ તારીખનો ઉલ્લેખ હોય.
શિક્ષણ લાયકાતના પુરાવા તરીકે ડિગ્રી, ડિપ્લોમા પ્રમાણપત્ર સાથે તમામ શૈક્ષણિક વર્ષોથી સંબંધિત માર્કશીટ.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અથવા શારીરિક વિકલાંગ પ્રમાણપત્ર
કેવી રીતે અરજી કરવી:
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in ની મુલાકાત લેવી જોઈએ અને સૂચના યોગ્ય રીતે વાંચવી જોઈએ અને પછી અરજી કરવી જોઈએ.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર