LIVE NOW

વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, ગુજરાત પરથી ખતરો ટળ્યો પરંતુ સ્ટેન્ડ બાય રહીશુંઃ CM

વાયુ વાવાઝોડાને લઈ પીએમ મોદી ચિંતિત, CM રૂપાણી સાથે કરી ટેલિફોનિક ચર્ચા

gujarati.news18.com | June 13, 2019, 9:48 PM IST
facebook Twitter Linkedin
Last Updated June 13, 2019
auto-refresh

Highlights

Load More
ન્યૂઝ18 ગુજરાતી :ગુજરાત પરથી વાયુ નામની આફત ટળી ગઇ છે. મુખ્યમંત્રીએ હવામાન ખાતાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ જાહેરાત કરી કે ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. વાયુ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઇ ગયું છે, જો કે ગુરુવારની રાત અને શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી તમામ રેસ્ક્યૂ ટીમ અને અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેશે.

વાયુ વાવાઝોડાની દિશા ફંટાયા બાદ ગુજરાત માટે આંશિક રાહત થઈ છે. પણ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. બપોર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી કેન્દ્ર સરકાર તરફથી પૂરતી સહાય આપવાની બાંહેધરી આપી છે. રાજ્યમાં સ્થિતિ થાળે પાડવા માટે વહિવટી તંત્રની સાથોસાથ એનડીઆરએફની ટીમો કાર્યરત છે.
corona virus btn
corona virus btn
Loading