Home /News /gujarat /

33 રૂપિયા માટે મંત્રીએ ડેરીના MDને જેલમાં ફીટ કરાવ્યા

33 રૂપિયા માટે મંત્રીએ ડેરીના MDને જેલમાં ફીટ કરાવ્યા

ઉત્તર પ્રદેશની સરકાર અનેક વિવાદમાં સપડાઇ છે ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અખિલેશ સરકારના એક મંત્રીએ માત્ર 33 રૂપિયાના ગોટાળાના કેસમાં અધિકારીને જેલ મોકલી દીધા. તો બીજી તરફ અધિકારીનો આરોપ છે કે તે મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મંત્રી રામમૂર્તિ અને સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતાઓની ભલામણોને નજર અંદાજ કરતા હોવાથી એમની સાથે આવું વર્તન કરાયું છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ઉત્તર પ્રદેશની સરકાર અનેક વિવાદમાં સપડાઇ છે ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.  અખિલેશ સરકારના એક મંત્રીએ માત્ર 33 રૂપિયાના ગોટાળાના કેસમાં અધિકારીને જેલ મોકલી દીધા. તો બીજી તરફ અધિકારીનો આરોપ છે કે તે મુખ્યમંત્રી અખિલેશ યાદવ, મંત્રી રામમૂર્તિ અને સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતાઓની ભલામણોને નજર અંદાજ કરતા હોવાથી એમની સાથે આવું વર્તન કરાયું છે.

નોએડા ઓથોરિટીના પૂર્વ ચીફ એંજિનિયર યાદવસિંહ સામે કરોડો રૂપિયાના ગોટાળાના આરોપ છે. પરંતુ કાર્યવાહી તો દુરની વાત રહી પરંતુ યાદવસિંહને બચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. તો બીજી તરફ આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે કે પરાગ દૂધ ડેરીના એમડી જે પી ત્રિપાઠીને માત્ર 33 રૂપિયાની ગરબડીના કિસ્સામાં જેલ મોકલી દેવાયા છે.

ત્રિપાઠી સામે માત્ર 33 રૂપિયાના ગોટાળાનો આરોપ છે પરંત મંત્રી રામમૂર્તિ વર્માની નજરમાં આ મોટો ગોટાળો લાગી રહ્યો છે. જેને પગલે રામમૂર્તિ પોતાના ટેકેદારો સાથે અયોધ્યા સ્થિત પરાગ ડેરી કેન્દ્ર પર પહોંચ્યા હતા અને ધબધબાટી બોલાવી હતી. ત્યાર બાદ પોતાનો રોફ બવાવતાં તેમણે ત્રિપાઠી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી અને ધરપકડ પણ કરાવી.

મંત્રી સાચુ બોલી રહ્યા છે કે ડેરીના અધિકારીએ તપાસનો વિષય છે. પરંતુ માત્ર 33 રૂપિયા અને 20 કિલો દૂધના સ્ટોકને મુદ્દો બનાવી અખિલેશ સરકારના મંત્રી જે રીતે તેજીથી કાર્યવાહી કરી એ જોતાં ઘણા સવાલો ઉભા થાય છે.
First published:

Tags: અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ, મંત્રી, સમાજવાદી પાર્ટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन