BJPના MLA બોલ્યા, 'RSSના 100 વર્ષની સમાપ્તી પર ભારત હિંદુ રાષ્ટ્ર જાહેર થશે'

News18 Gujarati
Updated: June 7, 2019, 1:11 PM IST
BJPના MLA બોલ્યા, 'RSSના 100 વર્ષની સમાપ્તી પર ભારત હિંદુ રાષ્ટ્ર જાહેર થશે'
ઉત્તર પ્રદેશના ભાજપના ઘારાસભ્ય સુરેન્દ્ર સિંહ વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા છે.

ધારાસભ્ય સુરેન્દ્ર સિંહબે કહ્યું કે નરેન્દ્ર મોદી રામ અને યોગી હનુમાનના અવતાર સ્વરૂપે લોકતંત્રમાં કામ કરી રહ્યાં છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વિવાદિત નિવેદનો માટે જાણીતા ઉત્તર પ્રદેશના ધારાસભ્ય સુંદર સિંહે ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. કાર્યકર્તાઓ સાથેની એક બેઠકમાં તેમણે કહ્યું કે હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનો અવતાર છે અને યોગી આદિત્યનાથ હનુમાનનો અવતાર છે. વર્ષ 2024માં RSSના 100 વર્ષ સમાપ્ત થવાના અવસરે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે.

સુરેન્દ્ર સિંહે અખિલેશ યાદવને ચોર અને માયાવતીને લોભી પણ કહ્યાં, તેઓ એટલેથી જ અટક્યા નહીં તેમણે ઉત્સાહમાં આવી અને મમતા બેનર્જીને કલયુગના રાક્ષસી પણ કહ્યાં હતા.

આ પણ વાંચો :   પુલવામા એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, રાઇફલ સાથે ભાગેલા બે SPO પણ ઠાર

10-20 વિભિષણ ભાજપને મળ્યા છે, તેમાંથી ઑરિજનલ શોધીશું
સુરેન્દ્ર સિંહે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના વિવાદ વિશે કહ્યું હતું કે મમતા બેનર્જી વ્યક્તિના અવતારમાં રાક્ષસ છે. લંકામાં લંકિનીએ હનુમાનજીને રોક્યા હતા. એવી રીતે મમતા બેનર્જીએ મોદી-યોગીની રામ હનુમાનની જોડીને બંગાળમાં રોકી હતી. જોકે, યોગી જેવા હનુમાનને રોકવાની ક્ષમતા કોઈનામાં નથી. હવે બંગાળમાં લંકિનીનું શાસન નાશ પામશે અને બંગાળમાં વિભિષણનું રાજ આવશે. ભાજપને 10-20 વિભિષણ મળી ગયા છે જેમાંથી ઑરિજનલની શોધ છે. જ્યારે મળશે ત્યારે બંગાળમાં રામ તેમનો પણ રાજ્યાભિષેક કરશે.

આ પણ વાંચો :  પશ્ચિમ બંગાળમાં BJPનું વિજય સરઘસ નહીં નીકળે : મમતા
Loading...

મોદી, યોગી, શાહ રામરાજ્યનું સ્વપ્ન સાકાર કરશે
અગાઉ 10મી મેના રોજ સુરેન્દ્ર સિંહે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપના પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ, અને વડાપ્રધાન મોદી રામ રાજ્યનું સ્વપ્ન સાકાર કરશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી રામનો અવતાર છે, તો અમિત શાહ લક્ષ્મણનો અવતાર છે અને યોગી આદિત્યનાથ હનુમાનજીનો અવતાર છે. આ ત્રણેયની જોડી ભારતમાં ફરી રામરાજ્યની સ્થાપના કરશે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...