Home /News /gujarat /VIDEO: આ શિક્ષક છે કે ભિક્ષુક? વિદ્યાર્થીઓ પાસે મંગાવતા હતા નમકીન, ફરિયાદ કરતાં કહ્યું- જે થાય તે કરી લો
VIDEO: આ શિક્ષક છે કે ભિક્ષુક? વિદ્યાર્થીઓ પાસે મંગાવતા હતા નમકીન, ફરિયાદ કરતાં કહ્યું- જે થાય તે કરી લો
માસ્તરને લાગ્યો નમકીનનો સ્વાદ
UP Teacher Viral Video: શિક્ષક એક સન્માનનિય વ્યવસાય માનવમાં આવે છે. પરંતુ UP માં એક માસ્તરે એક એવું કામ કર્યું હતું જે જાણીને તમને પણ ગુસ્સો આવશે. જુઓ VIDEO
ઉત્તર પ્રદેશના જાલૌનમાં એક એવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જે શિક્ષણ જગતને લાંછન લગાડે એવી છે. એક પ્રાથમિક શાળાના શિક્ષક બાળકો પાસેથી નમકીન બિસ્કિટ લઈ આવવાનું કહે છે. જો બાળકો એવું ન કરી શકે, તો તેમને શિક્ષક દ્વારા સજા કરવામાં આવે છે. માસ્ટરજી પોતાના અંગત કામ પણ વિદ્યાર્થીઓએ પાસે કરાવતા હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. આ ગામમાં બાળકો એવા સધ્ધર નથી હોતા કે શિક્ષક માટે આવી વસ્તુઓ લઈ આવે. પણ શિક્ષકની આવી અણછાજતી માંગના કારણે વિદ્યાર્થીઓએ સ્કૂલે આવવાનું પણ ટાળી રહ્યા હતા.
આટલું ઓછું હોય એમ જ્યારે એક બાળકના વાલીએ શાળામાં આવીને વિરોધ કર્યો તો શિક્ષકે તેની સાથે પણ મારપીટ કરી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બ્લોક એજ્યુકેશન ઓફિસરને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની પ્રાથમિક શાળાઓનું ધોરણ સુધારવાના પ્રયાસો કરી રહ્યા છે. બીજી તરફ સરકારી શાળાઓમાં કેટલાક શિક્ષકો તેમના પ્રયાસોને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. આવો જ એક કિસ્સો જાલૌનથી સામે આવ્યો છે.
આ કિસ્સામાં, કોંચ ડેવલપમેન્ટ બ્લોકના ભેનપાટા ગામની એક પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને દરરોજ ઘરેથી ખારી બિસ્કિટ લાવવાનું દબાણ કરે છે. બીજી બાજુ, જે બાળક ગુરુજી માટે રોજ ઘરેથી નમકીન બિસ્કિટ લાવી ન શકે તેઓને તે સજા કરે છે. માતા-પિતાના કહેવા પ્રમાણે, શિક્ષકના મારથી ડરીને બાળકો ઘરે નમકીન બિસ્કિટ આપવાની માંગ કરે છે. અને ઘરેથી જો ના પાડે તો બાળકો સ્કૂલે જતાં પણ ડરે છે.
માસ્ટરજી પોતાના અંગત કામ પણ વિદ્યાર્થીઓએ પાસે કરાવતા હોવાની વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. તેઓ પાન ગુટખા પણ ખાતા હતા. વિદ્યાર્થીઓએ પાસેથી માંગતા હતા. ઉપરાંત પૈસા પણ આપતા નથી તેવી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. જો કે આ મામલે હજુ કોઈ તપાસ કે પગલાં લેવામાં આવ્યા નથી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર