Home /News /gujarat /UP Election: RPN સિંહના જતા જ કોંગ્રેસમાં ધડાધડા રજીનામાં પડ્યા!
UP Election: RPN સિંહના જતા જ કોંગ્રેસમાં ધડાધડા રજીનામાં પડ્યા!
આરપીએન સિંહની ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં (UP Election 2022) કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો છે. આરપીએન સિંહના (RPN Sinh)બીજેપીના (BJP) સામેલ થયા બાદ ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. પડરૌના વિધાનસભાના ઘોષિત ઉમેદવાર મનીષ જયસવાલે પ્રદેશ (Manish Jaisawal) અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે.
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં (UP Election 2022) કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો છે. આરપીએન સિંહના (RPN Sinh)બીજેપીના (BJP) સામેલ થયા બાદ ધડાધડ રાજીનામાં પડી રહ્યા છે. પડરૌના વિધાનસભાના ઘોષિત ઉમેદવાર મનીષ જયસવાલે પ્રદેશ (Manish Jaisawal) અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. મનીષ જયસવાલે અજય કુમાર લલ્લુને એક ચિઠ્ઠી લીખી પોતાના નિર્ણય વિશે જાણકારી આપી છે. તેમના અનુસાર વર્તમાન પરિસ્થિતિઓમાં કોંગ્રેસ પાર્ટી (Congress) માટે તેઓ ચૂંટણી લડી શકે તેમ નથી. તેમણે જરૂરથી પાર્ટીનો આભાર માન્યો છે પરંતુ કોંગ્રેસનો સાથ છોડવાની પણ જાહેરાત કરી છે. આવામાં એક જ દિવસમાં યૂપી કોંગ્રેસને ત્રણ ઝટકા મળ્યા છે. આરપી સિંહ સાથે તેમના બે સાથીએ બે દિવસ પહેલા જ બીજેપીનો કેસરિયો ધારણ કરી લીધો છે. અને હવે એક ઉમેદવારના રાજીનામાંએ આ વેરવિખેરને વધારી દીધુ છે.
તમારી જાણકારી માટે જણાવી દઇએ કે, આજે જ આરપી સિંહ કોંગ્રેસનો હાથ છોડી બીજેપીમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. જોકે આવી અટકળો પહેલાથી જ હતી પરંતુ તેમણે આજે તેની આધિકારિત ઘોષણા કરી. કોંગ્રેસ છોડ્યા બાદ તેઓએ અહિંયા સુધી કહી દીધુ કે તેઓ મોડા આવ્યા પણ યોગ્ય સમયે આવ્યા છે. તેમનું માનીએ તો કોંગ્રેસ પાર્ટી પહેલા જેવી રહી નથી. ત્યાં જ તેમણે પીએમ મોદીના નેતૃત્ને યોગ્ય ગણાવ્યું અને ભાર આપીને કહ્યું કે રાષ્ય્ર નિર્માણમાં બીજેપીનું નાનું કાર્યાલય બની તેઓ પોતાનું યોગદાન આપવા માગે છે.
હવે એવી અટકળો છે કે, સ્વામી પ્રસાદ મૌર્યના પાર્ટી છોડ્યા બાદથી બીજેપીને એક એવા ચહેરાની શોધ હતી જે તેમને પૂર્વાંચલમાં પકડ આપી શકે. હાલમાં આરીપી સિંહને પોતાની સાથે લાવી તેમણે આ અછતને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે. એવી પણ ખબર છે કે, બીજેપી તેમને પડકરૌના સીટથી જ ઉમેદવાર બનાવી શકે છે જ્યાંથી સ્વામીનું ચૂંટણી લડલાનું ચર્ચામાં છે.
આરપી સિંહની વાત કરીએ તો તેઓની ગણતરી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થાય છે. રાહુલ ગાંધીના નજીકના લોકોમાં તેમની ગણતરી થાય છે અને તેમને કેન્દ્રીય મંત્રી બનવાની પણ તક મળી હતી. તેઓ ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને 2009ની વિધાનસભા ચૂંટણીમાં પડરૌનાથી જ સ્વામી મૌર્યને પણ હરાવી ચૂક્યા છે. હાલ માટે કહેવામાં આવી રહ્યું છે કે, યૂપી ચૂંટણીમાં પડનૌરા એક હાઇ પ્રોફાઇલ સીટ બની શકે છે. કારણ કે અહીંયાથી સ્વામી અને આરપી સિંહની સીધી ટક્કર સંભવ છે. બંને નેતા પોતાની જીતના દાવા કરી રહ્યા છે. સ્વામી તો અહીંયા સુધી કહી ગયા છે કે સપાનો કોઇ સામાન્ય કાર્યકર્તા પણ તેમને સરળતાથી હરાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર