Home /News /gujarat /

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક, CM ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલમાં ખબરઅંતર પૂછ્યા

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક, CM ભૂપેન્દ્ર પટેલે હોસ્પિટલમાં ખબરઅંતર પૂછ્યા

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ

Unjha MLA Asha Patel latest news - આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યા બાદ ડેન્ગ્યૂ (dengue)થયો હતો. જેમાં તેમનું લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

    અમદાવાદ : ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની (Unjha MLA Asha Patel)તબિયત નાજુક છે. આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યા બાદ ડેન્ગ્યૂ (dengue)થયો હતો. જેમાં તેમનું લીવર ડેમેજ (liver damage)થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Unjha MLA Asha Patel admitted Zydus hospital)દાખલ કરાયા છે. CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલના ખબરઅંતર પૂછ્યા હતા.

    ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટરે તેમના હેલ્થ વિશે કહ્યું હતું કે આશા પટેલની તબિયત નાજુક છે અને હાલ તેમનું નિયમિત ડાયાલિસિસ થઇ રહ્યું છે. હાલ આશાબેનને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા છે.

    આ પણ વાંચો - અમદાવાદ: 1500 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ઉમિયાધામનો શિલાન્યાસ, ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર

    આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યાં પછી ડેન્ગ્યૂ થયો હતો. બે દિવસ ઉંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જોકે ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં છે. ડેન્ગ્યૂને કારણે તેમનું લિવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રખાયા છે.

    ઊંઝાના ધારાસભ્ય છે ડો. આશા પટેલ

    2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂંટણી લડીને જીત મેળવી હતી. જોકે 2019માં આશા પટેલે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પછી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને વિધાનસભાની ટિકિટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CM Bhupendra Patel, MLA Asha Patel, Unjha, Unjha MLA Asha Patel

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन