Home /News /gujarat /

એક જ દિવસમાં જમીનના ૧૦૦૦ નમુનાનું પૃથક્કરણ,જુનાગઢ યુનિ.ની લીમકા બુક રેકોર્ડમાં દાવેદારી

એક જ દિવસમાં જમીનના ૧૦૦૦ નમુનાનું પૃથક્કરણ,જુનાગઢ યુનિ.ની લીમકા બુક રેકોર્ડમાં દાવેદારી

જુનાગઢઃ જુનાગઢ કૃષિ યુની.ની ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીની ૨૦ બહેનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સજ્જ થઇ ગઈ છે. આ ૨૦ બહેનો જમીનના એક હજાર નમુનાનું પૃથકરણ કરી રીપોર્ટ તૈયાર કરી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવશે. જુનાગઢ કૃષિ યુની.એ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે અને અહી વિશ્વભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
જુનાગઢઃ જુનાગઢ કૃષિ યુની.ની ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીની ૨૦ બહેનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે સજ્જ થઇ ગઈ છે. આ ૨૦ બહેનો જમીનના એક હજાર નમુનાનું પૃથકરણ કરી રીપોર્ટ તૈયાર કરી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવશે.

જુનાગઢ કૃષિ યુની.એ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે અને અહી વિશ્વભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. સામાન્ય રીતે એક સોઇલ ટેસ્ટ માટે અંદાજીત ૧૦ થી ૨૦ દિવસ લાગે છે પરંતુ જુનાગઢ કૃષિ.યુનીની ફૂડ ટેસ્ટીંગ લેબોરેટરીની ૨૦ બહેનોએ ૧૦૦૦ જમીનના નમુનાનું માત્ર ૮ કલાકમાં પૃથકરણ કરી નવી ઉંચાઈ પ્રાપ્ત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે અને આવા ટેસ્ટથી ખેડુતોની જમીન કેવા પ્રકારની છે અને તેને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તેવે હેતુથી અા પૃથકરણ હાથ ધરવામાં આવ્યું છે.

જમીનના નમુનાનું પૃથકરણ કરી તેની ભલામણો સાથે ના રીપોર્ટ તૈયાર કરવા ૨૦ બહેનો જહેમત ઉઠાવી રહી છે. જામનગર જીલ્લાના વાસ્મોના મદદથી ૧૦૦૦ નમુનાનું પૃથકરણ માત્ર એક દિવસમાં થશે. તેમના સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર થઇ જશે અને એક સપ્તાહમાં ખેડૂતોને પહોચતા થઇ જશે. આ સફળતા માટે ૨૦ બહેનોએ ૧૦ દિવસ તૈયારી કરી હતી. જેમાં ખેડૂતોના ખેતરમાંથી નમુના એકત્ર કરવા તેની વિવિધ પ્રક્રિયામાંથી પસાર કરી પરીક્ષણ કરી ખેડૂતો ને સાચો રીપોર્ટ આપવો અને આ કાર્ય માટે રીસર્ચ હીના પરમાર અને તેમની ટીમે અથાગ પ્રયત્નો કર્યા હતા.

આવા જમીનના પૃથકરણ થી ખેડૂતો ની જમીન બચશે અને કઈ જમીન ને કેટલા અને કેવા ખાતર ની જરૂર છે તેનો સાચો રીપોર્ટ મળવાથી જમીન બગડતી અટકશે અને હરિયાળી ક્રાંતિ આવશે સાથે વિશ્વ માં એક સાથે ૧૦૦૦ નમુના નું પૃથકરણ ની પ્રથમ ઘટના છે અને લક્ષ્યાંક સિદ્ધ થશે તો આ પ્રકાર ની સિદ્ધિ મેળવનાર જુનાગઢ કૃષિ યુનિવર્સીટી પ્રથમ બનશે. લક્ષ્યાંક સિદ્ધ થશે તો લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પામશે.
First published:

Tags: જમીન, જુનાગઢ કૃષિ યુનિ., પુથ્થકરણ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन