ગુજરાતમાં હાલમાં લગ્નની સિઝન (Wedding Season 2021) ચાલી રહી છે. ચારેય બાજુ લગ્નની શરણાઇઓ ગુંજી રહી છે. સમાજમાં પોતાનો વટ પડે તે બતાવવા માટે પરિવારના લોકો લગ્નમાં ઘણો ખર્ચ કરે છે. જોકે બધાને ખબર જ હોય છે કે કોની પાસે કેટલા પૈસા છે. લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી કિંમતી અને મોંઘી કંકોત્રી (Wedding Card) પણ છપાવે છે. જોકે આ પછી કોઇના કામમાં આવતી નથી. બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જે સાદગીથી લગ્ન કરીને પૈસા બચાવે છે. આવા જ એક અનોખા લગ્ન હાલ ચર્ચામાં છે. ગુજરાતમાં (Gujarat)ઉચેડી (Uchedi Village)ગામમાં એક પરિવારે એવી કંકોત્રી (Kankotri) છપાવી છે જે મોંઘી ન હોવા છતા સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થઇ રહી છે. આ કંકોત્રી એટલી શાનદાર છે કે એક ચકલી તેમાં આરામથી પોતાનું ઘર બનાવીને રહી શકે છે.
રાજ્યના ભાવનગરના ઉચેડી ગામમાં રહેતા શિવાભાઇ ગોહિલની પહેલ લોકોને ઘણી પસંદ આવી રહી છે. શિવાભાઇ પ્રકૃતિ પ્રેમી છે. તેમણે પોતામા પુત્ર અને પુત્રીના લગ્નમાં એક એવી કંકોત્રી બનાવી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પ્રકૃતિ પ્રેમી નરેન્દ્ર ભાઈની સલાહથી શિવાભાઈએ એક એવી કંકોત્રી બનાવી છે જે પછી ચકલી માટે રહેવાનું ઘર બની જાય છે. એટલે આ આ કંકોત્રી ફેંકી દેવાના બદલે તેને ઘરની અંદર લટકાવીને પક્ષીઓને આશરો આપી શકો છો.
આ આ કંકોત્રી ફેંકી દેવાના બદલે તેને ઘરની અંદર લટકાવીને પક્ષીઓને આશરો આપી શકો છો (તસવીર - ઇન્ટરનેટ)
બોક્સ જેવી દેખાતી આ કંકોત્રીની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. લોકોને આ વિચાર ઘણો પસંદ આવી રહ્યો છે. ફેસબુક અને ટ્વિટર પર કંકોત્રીની ઘણી તસવીર શેર કરવામાં આવી છે. કંકોત્રીની અંદર ચકલી માળો બનાવીને રહી શકે છે. આ કંકોત્રીને કારણે ચકલીને માળો મળી જશે અને કંકોત્રીમાં લાગેલા પૈસાની બર્બાદી પણ થશે નહીં.
લોકોને આ યૂનિક કંકોત્રી ઘણી પસંદ આવી રહી છે. ઘણા લોકોએ આ વિચારને આગળ અપનાવવાની વાત કહી છે. આ પહેલા એક વકીલનું વેડિંગ કાર્ડ પણ ચર્ચામાં રહ્યું હતું. જેમાં બંધારણની વાત લખી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર