રાજકોટમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોના ફોટો પોલીસને મોકલવા!, ડ્રોન હીરોસ ગ્રૂપનું અનોખું દાન


Updated: April 4, 2020, 10:39 PM IST
રાજકોટમાં લોકડાઉનનો ભંગ કરનાર લોકોના ફોટો પોલીસને મોકલવા!, ડ્રોન હીરોસ ગ્રૂપનું અનોખું દાન
રાજકોટ પોલીસની તસવીર

લોકોને પોતાના આસપાસના વિસ્તાર કે મહોલ્લામાં જો કોઈ લોકો લોકડાઉનનો ઉલ્લંઘન કરતા હોય તો તેમનો ફોટો પાડી અને વોટ્સએપમાં મોકલવા અપીલ કરી છે અને ફોટો મોકલનાર કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવું પણ રાજકોટ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • Share this:
રાજકોટઃ હાલ સમગ્ર ભારતભરમાં લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી રહી છે. આમ છતાં પણ રાજકોટ શહેરમાં ઘણા વિસ્તારોમાં લોકો શેરી મહોલ્લામાં એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. પોલીસ અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ નજર રાખી રહી છે જેમાં ઘણા લોકો એપાર્ટમેન્ટ કે મકાનના ધાબા પર બેઠેલા જોવા મળે છે. તો ઘણા લોકો ઘરની બહાર શેરીમાં બેઠેલા જોવા મળે છે તો ઘણા લોકો ક્રિકેટને અન્ય રમત રમતા પણ ડ્રોન કેમેરામાં કેદ થયા છે.

આવા સમયે હવે લોકડાઉનને વધુ સ્પષ્ટ પણે અમલી બનાવવા રાજકોટ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે અને લોકોને પોતાના આસપાસના વિસ્તાર કે મહોલ્લામાં જો કોઈ લોકો લોકડાઉનનો ઉલ્લંઘન કરતા હોય તો તેમનો ફોટો પાડી અને વોટ્સએપમાં મોકલવા અપીલ કરી છે અને ફોટો મોકલનાર કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે એવું પણ રાજકોટ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-રાજકોટમાં હવે બાઇક પર બે વ્યક્તિ નહીં બેસી શકે, પાસ વગર નીકળનાર સામે થશે કાર્યવાહી

જે રીતે લોકડાઉન ને લઈ ફક્ત જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓની દુકાન ખુલી રાખવા મંજૂરી આપવામાં આવી હતી જોકે રાજકોટ મનપા દ્વારા હવે અનાજ કરીયાણું દૂધ છાસ જેવી વસ્તુઓ હોમ ડિલિવરી એટલેકે ઘરે જ પહોંચાડવાની વ્યવસ્થા કરી છે જેથી પોલીસ દ્વારા ફક્ત અમુક વાહનોને જ રસ્તા પર નીકળવાની છૂટ આપી છે.

આ પણ વાંચોઃ-lockdown: સુરતમાં 11 માળની બિલ્ડિગ ઉપર ભજીયા પાર્ટી કરતા લોકો ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી

જે લોકો કોઈ વસ્તુ લેવાના બહાને પણ બહાર નીકળતા હતા. તેના પર પણ હવે પ્રતિબંધ લગાવી દીધો છે કેમકે જરૂરી વસ્તુઓ ઘરે પહોંચડવાની વ્યવસ્થા મનપાએ કરી છે જેથી બહાર લેવા માટે નીકળવાની જરૂર રહે નહિ જોકે આમ છતાં કોઈ પણ વ્યક્તિ ને કોઈ મુશ્કેલી હોયતો 100 નમ્બર પર ફોન કરી મદદ માંગવા પણ પોલીસે લોકોને જણાવ્યું છે.આ પણ વાંચોઃ-કોરોના vs ગુજરાતઃ મેડિકલ સ્ટાફને N-95 માસ્ક મફતમાં અપાશે, 10 સરપંચો સાથે CM એ વાત કરી ચિતાર મેળવ્યો

રાજકોટ ડ્રોન હીરોસ ગ્રુપે પોલીસને આપ્યા ડ્રોન
રાજકોટના ડ્રોન હીરોસ નામના 14 મિત્રોના ગ્રુપ દ્વારા રાજકોટ પોલીસને 15 જેટલા ડ્રોન આપવામાં આવ્યા છે. અને જેના દ્વારા રાજકોટ પોલીસ અલગ અલગ વિસ્તારોના લોકો પર બાજ નજર રાખી રહી છે. આ ગ્રુપ દ્વારા ફક્ત ડ્રોન જ નહિ પરંતુ ડ્રોન માટે ઓપરેટર પણ કામ કરી રહ્યા છે. જયારે લોકડાઉન ની સસ્થિતિ છે ત્યારે લોકોના ધંધા રોજગાર પણ બંધ છે અને કામ ના ઓર્ડર પણ અત્યારે બંધ છે આવા સમયે ડ્રોન ઓપરેટરો પોલીસ સાથે રહી ખાસ સેવા આપી રહ્યા છે અને લોકડાઉન ને સફળ બનાવામાં મદદ કરી રહ્યા છે.
First published: April 4, 2020, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading