Home /News /gujarat /

સાણંદ તાલુકામાં વિધવા સહાય યોજના આપવા અનોખી ઝુંબેશ

સાણંદ તાલુકામાં વિધવા સહાય યોજના આપવા અનોખી ઝુંબેશ

આ યોજનાનો લાભ મેળવવા માટે ગામડાની વિધવા મહિલાઓને વિવિધ પુરાવાઓ ભેગા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી.

આ યોજનાનો લાભ મેળવવા માટે ગામડાની વિધવા મહિલાઓને વિવિધ પુરાવાઓ ભેગા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી.

    અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ગામડાની વિધવા અને નિરાધાર મહિલાઓ જેઓ સરકાર ની વિધવા સહાય મેળવવાને પાત્ર હોવા છતા પૂરતી જાણકારી ન હોવાને કારણે અથવા પુરાવાઓ ભેગા કરી શકવાના અભાવે વિધવા સહાયથી વંચિત રહેતી વિધવા બહેનોને આ સહાય આપવા સાણંદ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા એક અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત સાણંદ તાલુકના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા અત્યાર સુધી ૩,૫૦૦થી વધુ વિધવા સહાય યોજનાના ફોર્મ ભરવામાં આવ્યા છે.

    સરકાર ની વિધવા પેશન સહાયમાં સુધારો થતા જે વિધવા બહેનોને ૨૧ વર્ષનો પુત્ર હોય અથવા ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તેને પણ વિધવા સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિધવા સહાય માટે અગાઉ દર મહિને ૧,૦૦૦ ચૂકવવામાં આવતા હતા. જેમાં રાજ્ય સરકાર એ વધારો કરીને હવે દર મહિને ૧,૨૫૦ રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ સાબરાકાંઠા SPની NHAIને નોટિસ, 'ખરાબ રસ્તાને કારણે અકસ્માત સર્જાશે તો ગુનો નોંધીશ'

    આ યોજનાનો લાભ મેળવવા માટે ગામડાની વિધવા મહિલાઓને વિવિધ પુરાવાઓ ભેગા કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી. સાણંદ તાલુકાના તલાટી કમ મંત્રી મંડળને આ બાબતની જાણ થતા તલાટી મંડળ કઇ રીતે વિધવા મહિલાઓને મદદરૂપ થઇ શકે તેના પર વિચાર-વિમર્શ અને જરૂરી ચર્ચાઓ કરી વિધવા મહિલાઓને ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કઇ રીતે વિધવા સહાયનો લાભ મળી શકે તેના માટે ૫થી ૧૦ તલાટીઓની વિવિધ ટીમ બનાવવામાં આવી છે.

    ત્યારબાદ તલાટી કમ મંત્રી મંડળના સભ્યો દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરી વિધવા બહેનોને વિધવા હોવા અંગેનો, વાષિક આવક અંગેનો તેમજ પુનઃલગ્ન ન કર્યા હોવાના અને પેઢી નામા સાથેનું એક સોંગદનામું તૈયાર કરવામાં આવ્યું. જેમાં વિધવા સહાયના ફોર્મની અંદર જ આવક અંગેનો દાખલો અને વિધવા હોવા અંગેના દાખલામાં તાલુકા વિકાસ અધિકારીએ અલગ પ્રમાણપત્રના બદલે ફોર્મમાં જ સહિ-સિક્કા આપવાની સહમતી આપતા વિધવા સહાયની કાર્ય વધારે સરળ બન્યું હતું.

    સ્ટેમ્પ ખરીદવા માટે તેમજ નોટરી માટે ગામડાંની વિધવાને પૂરતી જાણકારી ન હોવાને કારણે તાલુકા મથક પર અન્ય કોઇ વ્યક્તિને સાથે લાવવાની જરૂરિયાત ઊભી થતી હતી. જેના સંદર્ભે તલાટી કમ મંત્રી મંડળના તમામ તલાટીઓએ પોતાના ગામની વિધવા મહિલાઓનો સર્વે કરી, પોતાના ગામમાં રહેતી વિધવા સહાયને પાત્રતા ધરાવતી તમામ મહિલાઓના ઘરે-ઘરે જઇ સર્વે કરીને એક યાદી તૈયાર કરી હતી.

    વિધવા સહાય માટેના સોંગદનામા બનાવવા માટે સોંગદનામા ટાઇપ કરી તલાટી કમ મંત્રી મંડળે પોતાના સર્વ ખર્ચે મોટાભાગના સોંગદનામા ફ્રેન્કિંગ કરાવી આપ્યા હતા. ૫થી ૧૦ તલાટીઓની ટીમ બનાવીને સ્થાનિક નોટરીઓનો સંપર્ક કરી ગામડાઓમાં કેમ્પ કરવામાં આવ્યા હતા. તલાટી કમ મંત્રી મંડળના સહયોગને કારણે નોટરીઓએ નોટરી પણ વિનાઃમુલ્યે કરી આપી હતી. આ અંતર્ગત સાણંદ તાલુકામાં તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આશરે ૩,૫૦૦ વિધવા પેશન કેસો તૈયાર કરવામાં આવ્યા હતા, જેને મામલતદાર કચેરી સાણંદ ખાતે જમા કરાવવામાં આવ્યા છે.

    સાણંદ તાલુકાના તલાટી કમ મંત્રી મડંળની સહારનીય કામગરી અંતર્ગત હવે વિધવા મહિલાઓને નોટરી, અન્ય દાખલાઓ કે ફોર્મ ભરવા માટે ગામપંચાયત સિવાય અન્ય કોઇ સ્થળે જવાની જરૂરિયાત ઉભી થતી નથી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Unique campaign, Widow assistance

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन