ચીનની 59 એપ્સ પર પ્રતિબંધને કેન્દ્રીય મંત્રીએ ગણાવી ડિજિટલ સ્ટ્રાઇક

(ફાઇલ તસવીર)

India China stand of : રવિશંકર પ્રસાદે કહ્યુ કે, "ભારત શાંતિ ઇચ્છી રહ્યું છે. પરંતુ જો કોઇ આપણા દેશ પર ખરાબ નજર કરશે તો અમે ઝડબાતોડ જવાબ આપીશું."

  • Share this:
    નવી દિલ્હી : લદાખ (Ladakh)માં ચીન સાથે ચાલી રહેલા તણાવ (India China Stand-off) વચ્ચે ભારતે ચીનની 59 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ્સમાં ખૂબ જ લોકપ્રિય ટિકટૉક એપ પણ સામેલ છે. સરકારના આવા પગલાથી ચીનને મોટો ઝટકો લાગ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) ચીનની એપ્સ (Chinese Applications) પર પ્રતિબંધ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે ચીનની એપ્સ પર પ્રતિબંધને 'ડિજિટલ સ્ટ્રાઇક' ગણાવી છે.

    પશ્ચિમ બંગાળમાં બીજેપીની ડિજિટલ રેલીને સંબોધન કરતા રવિશંકર પ્રસાદે કહ્યુ કે, "ભારત શાંતિ ઇચ્છી રહ્યું છે. પરંતુ જો કોઇ આપણા દેશ પર ખરાબ નજર કરશે તો અમે ઝડબાતોડ જવાબ આપીશું. અમે ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકીને ભારતીયોનાં ડેટાનું રક્ષણ કર્યું છે. આ ડિજિટલ સ્ટ્રાઇક છે." તેમણે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે માકપા પર પર નિશાન સાધ્યું હતું. રવિશંકર પ્રસાદે કહ્યુ કે, "શા માટે માકપા ચીનની ટીકા નથી કરતું?"

    આ પણ વાંચો : સુમુલ ડેરીની આગામી ચૂંટણીને લઈને બે જૂથ વચ્ચેની લડાઈમાં ઑડિટર બે વખત બદલી 

    નોંધનીય છે કે ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમાં ખૂબ જ લોકપ્રીય ટિકટૉક અને યૂસી બ્રાઉઝર સામેલ છે. આ પ્રતિબંધ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત યાદીમાં વીચેટ, બીગો લાઇવ, હેલો, લાઇકી, કેમ સ્કેનર, વીગો વીડિયો, એમઆઈ વીડિયો કૉલ-શાઓમી, એમઆઈ કોમ્યુનિટી, ક્લેશ ઑફ કિંગ્સ વગેરે સામેલ છે.

    વીડિયો જુઓ : સાઇબર માફિયાઓ બેફામ

    આ પણ વાંચો : પેટા-ચૂંટણી : ધારી બેઠક પર ભાજપ-કૉંગ્રેસ 'મહિલા કાર્ડ' રમે તેવી શક્યતા 

    આઇટી મંત્રાલયનું કહેવું છે કે તેમને અલગ અલગ સ્ત્રોત પર ફરિયાદો મળી છે. જેમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર રહેલી અમુક મોબાઇલ એપ્સના દુરુપયોગ અંગે અનેક રિપોર્ટ સામેલ છે. આ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ એપ્સ વપરાશકર્તાઓના ડેટાની ચોરી કરીને તેમને ભારત બહાર સ્થિત સર્વર પર મોકલી આપે છે. આઈટી મંત્રાલયે આઇટી કાયદાની કલમ 69Aની વિશેષ જોગવાઇનો ઉપયોગ કરીને ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: