Home /News /gujarat /

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન 363 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન 363 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન 363 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

Amit Shah visit Gujarat - કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું

  અમદાવાદ : ગાંધીનગરના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં (Amit Shah in Ahmedabad)સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું (flyover bridge)લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)ઉપસ્થિતિમાં કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી સોલાથી હેબતપુર વિસ્તારમાં આવાગમન સરળ બન્યું છે અને રેલવે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું છે.

  પરિવહન માર્ગોને ફાટક મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ છે ત્યારે અમદાવાદ શહેરને તેના 23માં રેલવે ઓવરબ્રિજની કેન્દ્રીય મંત્રીના હસ્તે ભેટ મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 22 રેલવે ઓવરબ્રિજ કાર્યરત છે.

  કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી સત્તા વિકાસ મંડળ દ્વારા થયેલા રૂપિયા 363 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે , કોરોના કાળમાં ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી, ધીમી પડી નથી. તેમણે ઉમેર્યું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ રહ્યા હતા.

  આ પણ વાંચો - અમદાવાદ: 1500 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ઉમિયાધામનો શિલાન્યાસ, ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર

  સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજ


  અમિત શાહે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કામ કરી રહેલી ગુજરાતની નવી ટીમની પ્રશંસા કરતા કહ્યું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શહેરી વિકાસ અને વન-પર્યાવરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં નક્કી કરેલા લક્ષ્યાંકોને પાડવા માટે પાર પાડવા માટે ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ અને તેમની નવી ટીમ રાત-દિવસ પરિશ્રમ કરી રહી છે. ગૃહ મંત્રીએ આ તકે અમદાવાદ મહાનગર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવ્યા હતા.

  અમિત શાહે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રૂ. 113.93 કરોડના વિકાસકાર્યોનુ લોકાર્પણ અને 165.58 કરોડનું ખાતમુહૂર્ત તેમ જ ઔડાના રૂ. 83.51 કરોડના ખાતમૂહૂર્ત સંપન્ન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ અને ગોતા વોર્ડમાં સ્વીમિંગ પુલ, જિમ્નેશિમય અને ટેનિસ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું. થલતેજ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું, જેના પગલે થલતેજમાં નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર ક્રોસીંગ નં- 20 વસ્ત્રાપુર સ્ટેશન પાસે અંડરપાસ તેમ જ સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તા પાસે ફોર લેન ફ્લાય ઓવર બ્રીજને પણ ખુલ્લો મૂક્યો હતો.

  કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં (Amit Shah in Ahmedabad)સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું (flyover bridge)લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)ઉપસ્થિતિમાં કર્યું


  આ અવસરે મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, અરવિંદ પટેલ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

  સવારે માં ઉમિયા ધામના શિલાન્યાસ પ્રસંગમાં હાજરી આપી

  આ પહેલા કડવા પાટીદાર (Kadva Patidar) કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા (Shri Umiya Mataji Sansthan Unjha) દ્વારા અમદાવાદ સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસમાં (Maa Umiyadham Campus) શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ (Shri Umiya Mataji Mandir Shilanyas Mahotsav)માં હાજરી આપી હતી. 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થવાનું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: CM Bhupendra Patel, અમદાવાદ, અમિત શાહ

  આગામી સમાચાર