Home /News /gujarat /

BUDGET 2022: બજેટમાં નિર્મલા સીતારમણના આ પગલાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે

BUDGET 2022: બજેટમાં નિર્મલા સીતારમણના આ પગલાથી સામાન્ય માણસને મોટી રાહત મળશે

બજેટ 2022

Union budget 2022 expectations: નાણામંત્રી નિર્મલા સીતારમણ સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction)માં વધારો કરી શકે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000 છે. તેને વધારીને ઓછામાં ઓછા 75,000 રૂપિયા કરવાની જરૂર છે.

    મુંબઈ: મધ્યમ વર્ગ અને તેમાં પણ ખાસ કરીને નોકરિયાત લોકો (Salaried Persons)ને બજેટ 2022થી ઘણી અપેક્ષા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ તેમનું ચોથું બજેટ હશે. શક્યતા છે કે પોતાના બજેટ દ્વારા તે કોરોનાથી પીડિત સામાન્ય લોકોને મોટી રાહત આપી શકે છે. આવો જાણીએ કે બજેટમાં કયા પાસાઓ સામાન્ય લોકોને ખૂબ ફાયદાકારક રહેશે.

    સ્ટાન્ડર્ડ ડિડક્શન

    નાણામંત્રી નિર્મલા સીતારમણ સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction)માં વધારો કરી શકે છે. હાલમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50,000 છે. તેને વધારીને ઓછામાં ઓછા 75,000 રૂપિયા કરવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2005-2006માં સ્ટાન્ડર્ડ ડિડક્શન નાબૂદ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ નાણાકીય વર્ષ 2018-19માં તેને ફરીથી લાગુ કરવામાં આવ્યું અને 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવામાં આવ્યું હતું. તેના બદલામાં, પરિવહન ભથ્થું અને તબીબી વળતર નાબૂદ કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2019-20માં તેને વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું હતું.

    વર્ક ફ્રોમ હોમને પગલે ખર્ચમાં વધારો

    વર્ષોથી ફુગાવા (Inflation) ની અસર અને નોકરિયાત લોકો (Salaried Persons) ના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને રૂ. 50,000નું પ્રમાણભૂત કપાત અપૂરતું છે. કોરોના મહામારીના કારણે લોકોનો મેડિકલ ખર્ચ (Medical Expenditure) માં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. આ ઉપરાંત વર્ક ફ્રોમ હોમ (Work From Home) ને કારણે, ફર્નિચર, વીજળી અને ઇન્ટરનેટ જેવા ખર્ચમાં અગાઉની સરખામણીમાં વધારો થયો છે. તેથી, નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ વધારવાની તાતી જરૂર છે, તેનાથી નોકરીયાત લોકોને ઘણી રાહત મળશે.

    આ પણ વાંચો: જાણો બજેટમાં આવતા વિવિધ ટેક્નિકલ શબ્દોનો અર્થ, ખૂબ સરળ શબ્દોમાં સમજો

    વિશ્વના અન્ય દેશોમાં ટેક્સ રાહતની જાહેરાત

    વિશ્વના ઘણા દેશોની સરકારોએ કોરોનાના કારણે સ્વાસ્થ્ય ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અલગથી ટેક્સ છૂટની જાહેરાત કરી છે. જેમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ સહિત ઘણા દેશો સામેલ છે. કેટલાક દેશોની સરકારોએ વર્ક ફ્રોમ હોમને ધ્યાનમાં રાખીને પણ લોકોને ટેક્સમાં થોડી રાહત આપી છે. પરંતુ ભારતમાં હજુ સુધી આ બાબતને લઈને કોઈ રાહત આપવામાં આવી નથી. જો આ વખતે નાણામંત્રી બજેટમાં અલગથી કેટલીક ટેક્સ છૂટની જાહેરાત કરે તેવી શકાયતા છે. જો આવું થાય તો તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

    આ પણ વાંચો: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી ભેટ

    સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે?

    સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન દ્વારા નોકરિયાત લોકો અને પેન્શનધારકોને ટેક્સમાં થોડી રાહત આપવાનો પ્રયાસ કરે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ ટેક્સ પેયરના કુલ પગારમાંથી બાદ કરવામાં આવે છે અને આ તેની કરપાત્ર આવક ઘટાડે છે. જેના કારણે તેના કર બોજમાં પણ ઘટાડો થાય છે. તેને ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. ધારો કે કરદાતાનો કુલ પગાર વાર્ષિક રૂ. 6,00,000 છે. આ વ્યક્તિની કરપાત્ર આવક પર પહોંચવા માટે રૂ.6,00,000 માંથી રૂ.50,000 ઘટાડવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Budget 2022, Nirmala Sitharaman, બજેટ

    આગામી સમાચાર