Union budget 2021 : દેશનું સૌથી નાનું બજેટ નવમા નાણાંમંત્રી તરીકે H.M.પટેલે રજૂ કર્યુ હતું

Union budget 2021 : દેશનું સૌથી નાનું બજેટ નવમા નાણાંમંત્રી તરીકે H.M.પટેલે રજૂ કર્યુ હતું
નાણામંત્રી હરિભાઈ પટેલની અધિકારીઓ સાથેની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા ત્યારે દેશની પ્રથમ નોન કૉંગ્રેસી સરકારમાં એચ.એમ. પટેલ નાણામંત્રી અને પાછળથી ગૃહમંત્રી પણ હતા

 • Share this:
  ગજેન્દ્ર કલાલ, અમદાવાદ : દેશમાં દર વર્ષે આવનારા વર્ષ માટે આવક - ખર્ચા, નવી સરકારી યોજના સહીત કેન્દ્રીય બજેટ (Union Budget) દેશના નાણાંપ્રધાન (Finance Minister) જાહેર કરતા હોય છે. દર વર્ષે યોજનાની જાહેરાતો, ટેક્સેસનોની જાહેરાતો થતી હોય છે. ત્યારે દર વખત દેશનાં નાણાંમંત્રી બજેટ પોતાની આગવી શૈલીથી સ્પીચ સંસદમાં આપતા હોય છે. વર્ષ 1977-78નાં (Union Budget 1977-78) બજેટ માટે ગુજરાતી નાણાંમંત્રી એચ. એમ. પટેલે (FM H.M Patel) સૌથી નાની સ્પીચમાં બજેટ પુર્ણ કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે. એક એવા વ્યક્તિત્વ જે સિવીલ સર્વીસ સાથે જોડાયેલા હતા અને દેશની આઝાદી સમયે આતંરીક અને રાષ્ટ્રીય સિક્યુરિટીમાં મહત્વનો રોલ ભજવ્યો હતો.

  H.M પટેલની કારકિર્દી  IAS હરિભાઈ પટેલ વર્ષ 1946માં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં કેબીનેટ સેક્રટરી તરીકે હતા જેમાં તેઓ વર્ષ 1950 સુધી રહ્યા હતા. વર્ષ 1947માં ભારતના ભાગલા બાદ થયેલ હીંસા સમયે ઈમરજંસી કમિટિના હેડ બનાવ્યા હતા. તેમને હિંદુ અને શીખ શરણાર્થીઓ માટે પુનવર્સનની કામગીરી કરી હતી. પટેલ ગુજરાત ઈલેક્ટ્રીક સિટી બોર્ડના ચેરમેન અને આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના ટ્રસ્ટી પણ હતા.

  >> બજેટ અંગે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

  H.M પટેલની રાજકીય સફર

  હરિભાઈ મૂળજીભાઈ પટેલનો જન્મ 27 ઓગસ્ટ 1904 - મૃત્યુ 30 નવેમ્બર 1993ના રોજ થયા હતા. પુર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સામે લડવા બનેલ પાર્ટી ભારતીય લોક દળ તરફથી 1977માં સાંબરકાંઠાની લોકસભા સીટથી સાસંદ ત્યારબાદ 1984માં જનતા પાર્ટીથી ફરીવાર સાંસદ તરીકે ચુંટાયા હતા

  મોરારજી દેસાઈના સાશનકાળમાં બનેલી પ્રથમ નોન કૉંગ્રેસી સરકારમાં એચ.એમ. પટેલ નાણા મંત્રી હતા.


  . દેશના સાતમાં જનરલ ઈલેક્શનમાં પ્રથમ નોન કોંગ્રેસી સરકાર બની હતી જેમાં ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન નવમાં નાણાંમંત્રી તરીકેપ ટેલને બનાવાયા હતા. વર્ષ 1977 થી 1979 સુધી નાણાંમંત્રી અને પાછળથી ગૃહમંત્રી પણ બન્યા હતા.

  કેમ ટૂંકુ બજેટ હતું

  મોરારજી દેસાઈની સરકાર વિવિધ પક્ષોથી બનેલી હતી. વિવિધ પક્ષોની માંગણીઓ અને આશાઓ અલગ અલગ હતી. જો બજેટની આશાઓ અને માંગણીઓ પર બજેટ રજુ થાયતો સાથી પક્ષોમાં મનદુખ થવાની શક્યતાઓ હતી. જેથી મોરારજી સરકારે બજેટમાં સરકારની નીતિઓ અને રણનીતિઓનો સમાવેશ કરી બજેટ માત્ર સાત મિનીટમાં પુર્ણ કર્યુ હતું.
  Published by:Jay Mishra
  First published:February 01, 2021, 16:08 pm

  ટૉપ ન્યૂઝ