Home /News /gujarat /ડાંગના અંતરિયાળ ગામમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના ઘરે નળમાં પહોંચ્યું પાણી, અગાઉ કુવા ઉપર પાણી ભરવા જતી ગોલ્ડન ગર્લનો વિડીયો થયો હતો વાયરલ
ડાંગના અંતરિયાળ ગામમાં ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના ઘરે નળમાં પહોંચ્યું પાણી, અગાઉ કુવા ઉપર પાણી ભરવા જતી ગોલ્ડન ગર્લનો વિડીયો થયો હતો વાયરલ
PM મોદીના 'હર ઘર નલ સે જળ યોજના' (Har Ghar Nal se Jal Mission) અંતર્ગત સરિતા ગાયકવાડ (International sprinter Sarita Gaekwad) ના ઘરે એટલે કે ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના અંતરિયાળ એવા કરાડીઆંબા ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન છે.
PM મોદીના 'હર ઘર નલ સે જળ યોજના' (Har Ghar Nal se Jal Mission) અંતર્ગત સરિતા ગાયકવાડ (International sprinter Sarita Gaekwad) ના ઘરે એટલે કે ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના અંતરિયાળ એવા કરાડીઆંબા ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન છે.
કેતન પટેલ-બારડોલી, ભારત સરકારના હર ઘર નલ સે જલ મિશન (Har Ghar Nal se Jal Mission) ને સાકાર કરવા ગુજરાત સરકારે ખૂબ ઝડપથી કામ કર્યું છે. ગત તારીખ 10 મે ના રોજ દાહોદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તેમના ભાષણમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી (2.5) વર્ષ માં 6 કરોડથી વધુ પરિવારોને નળ જોડાણ અપાયા છે, ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થઈ છે, આ માટે માતાઓના અમને આશીર્વાદ પણ મળ્યા છે. બે વર્ષ પહેલાં કુવા ઉપર પાણી ભરવા જતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ (International sprinter Sarita Gaekwad) નો વિડિઓ વાયરલ (Viral Video) થયો હતો, જોકે વડાપ્રધાન નરેદ્ર મોદી ના હર ઘર નલ સે જળ યોજના મુજબ ડાંગ ના અંતરિયાળ ગામ કરાડીઆંબા માં સરિતા ગાયકવાડ ના ઘરે નળ માં પાણી પહોંચ્યું છે. જ્યારે હવે સરિતા નળમાંથી પાણી ભરતીજોવા મળી રહે છે
ઉલ્લેખનીય છે કે 2 વર્ષ અગાઉ ડાંગ (Dang, Gujarat) માં પાણી માટે ખૂબ તકલીફ હતી લોકોએ દૂર દૂર સુધી પાણી લેવા માટે ડુંગરો અને જંગલો ખૂંદવા પડતા હતા (drinking water problem in dang), ખુદ આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડ (International sprinter Sarita Gaekwad) જેણે ગોલ્ડ મેડલ અપાવી દેશનું નામ રોશન કર્યું હતું તે સહેલીઓ સાથે 2 થી 5 કિલોમીટર દૂર કુવા થી પાણી લાવતા વિડિઓ વાયરલ (Video Viral) થયો હતો.
આજે સરિતા ગાયકવાડ ના ઘરે એટલે કે ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના અંતરિયાળ એવા કરાડીઆંબા ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન છે. જેને હવે કૂવામાં પાણી ભરવા નથી જવું પડતું સરિતાએ કહ્યું કે ડાંગ માં હવે પરિસ્થિતિ બદલાઈ છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર