Home /News /gujarat /

Under-19 World cup 2022: ભારતે અન્ડર-19 વર્લ્ડકપ માટે 17 ખેલાડીની ટીમ જાહેર કરી, યશ ઢૂલ કેપ્ટન

Under-19 World cup 2022: ભારતે અન્ડર-19 વર્લ્ડકપ માટે 17 ખેલાડીની ટીમ જાહેર કરી, યશ ઢૂલ કેપ્ટન

Under 19 world Cup 2022 India Squad: ભારતે વેસ્ટઇન્ડિઝમાં રમાનારી સ્પર્ધા માટે 17 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે.

Under-19 World cup 2022 India Squad: BCCI દ્વારા 17 ખેલાડીઓની ટીમ જાહેર કરી જે વેસ્ટઇન્ડિઝમાં યોજાનારા વર્લ્ડકપમાં રમવા જશે

    Under-19 World cup 2022: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ બીસીસીઆઈ (BCCI) દ્વારા અન્ડર-19 વર્લ્ડકપ 2022 માટે 17 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે. આઈસીસી અન્ડર-19 વર્લ્ડકપ 2022માં વેસ્ટઇન્ડિઝમાં રમાશે (ICCC Under-19 Men’s World Cup). આ વર્લ્ડકરપ માટે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ દિલ્હીનો યશ ઢુલ કરશે. (Yash dhull Named U-19 World Cup Captain). અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ ICC અન્ડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે.

    ટુર્નામેન્ટની 14મી સિઝનમાં 16 ટીમો ભાગ લેશે અને 48 મેચો રમાશે. ભારતે 2000, 2008, 2012 અને 2018માં આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે અને તે સૌથી સફળ ટીમ છે. 2016માં અને 2020માં ન્યૂઝીલેન્ડમાં આયોજિત ટૂર્નામેન્ટની અગાઉની આવૃત્તિમાં પણ ભારત ઉપવિજેતા રહ્યુ હતું.

    ભારતીય ટીમનું શિડ્યુલ : ભારતીય ટીમ 15 જાન્યુઆરીએ ગુયાનામાં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ મેચ રમશે. આ પછી આયર્લેન્ડ સામે 19મી જાન્યુઆરીએ અને યુગાન્ડા સામે 22મી જાન્યુઆરીએ ટકરાશે. ટીમોને ફોર્મેટમાં 4 જૂથોમાં વહેંચવામાં આવશે અને દરેક જૂથમાંથી ટોચની 2 ટીમો સુપર લીગમાં આગળ વધશે, જ્યારે બાકીની ટીમો 23 દિવસની સ્પર્ધા માટે પ્લેટમાં જોડાશે. ભારતને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે.

    કોરોનાના કારણે 17 ખેલાડીઓની ટીમ

    17 સભ્યોની મુખ્ય ટીમ ઉપરાંત પસંદગી સમિતિએ 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરી છે. યશ ઢૂલ સુકાનીની જવાબદારી સંભાળશે. તે દિલ્હીના જનકપુરીનો રહેવાસી છે. તેણે વિનુ માંકડ ટ્રોફીમાં 75.50ની એવરેજથી 302 રન બનાવ્યા હતા. યશની સંઘર્ષની કહાણી પણ થોડા દિવસો પહેલાં પ્રકાશિત થઈ હતી જે ખૂબ છવાઈ હતી. હાલમાં તે એનસીએ બેંગ્લોર ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છે.

    આ પણ વાંચો : Year Ender 2021:AB ડિવિલયર્સથી લઈને DJ બ્રાવો સુધી આ પાંચ ખેલાડીએ 2021માં લીધી નિવૃત્તિ





    કેપ્ટન યશને ક્રિકેટર બનાવવા પિતાએ છોડી નોકરી

    પોતાના દીકરાની ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદગી થવાથી પિતા વિજય પણ ઘણા ખુશ છે અને આ ખુશી પર તેમને પોતાના બધા સંઘર્ષ યાદ આવા ગયા છે કે કઈ રીતે પોતાના દીકરાને ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તે હાલમાં એક કોસ્મેટિક બ્રાન્ડ માટે એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યાં છે. (વધુ અહેવાલ વાંચવા અહીંયા ક્લિક કરો)

    અંડર-19 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ 

    યશ ઢૂલ (કેપ્ટન), હરનૂર સિંઘ, અંગક્રિશ રઘુવંશી, એસ.કે રશીદ (વાઈસ-કેપ્ટન), નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનિશ્વર ગૌતમ, દિનેશ બાના, આરાધ્યા યાદવ (વિકેટકીપર), રાજ અંગદ બાઓ , માનવ પારખી, કૌશલ તાંબે, આર.એસ હંગરગેકર, વાસુ વત્સો, વિકી ઓસ્તવાલ, રવિ કુમાર અને ગર્વ સાંગવાન
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News in Gujarati, Under-19 World cup 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन