સુરત : માથાભારે જમીન દલાલને ઉઠાવી જનારા 5 શખ્સો ઝડપાયા, આરોપીઓએ જણાવ્યું અપહરણનું કારણ

સુરત :  માથાભારે જમીન દલાલને ઉઠાવી જનારા 5 શખ્સો ઝડપાયા, આરોપીઓએ જણાવ્યું અપહરણનું કારણ
સુરત પોલીસની ફાઇલ તસવીર

'આજે તું બચી ગયો, હવે પછી સુરતમાં દેખાઈશ તો જાનથી મારી નાખીશું', જમીન દલાલને ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો

  • Share this:
શહેરના વેસુ વિસ્તારની સગુન હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતા માથાભારે જમીન દલાલ  પર રવિવારે રાત્રે વેસુ કેનાલ રોડ આગમ સ્કેવર પાસે સિગારેટ પીવા માટે ગયો હતો તે વખતે બે મોપેડ ઉપર આવેલા ચાર અજાણ્યા તેના ઉપર હુમલો કર્યો હતો તેમજ મોપેડ ઉપર અપહરણ કરી અંબાનગર ખાતે લઈ જઈ ફરીથી ઢોર મારમાર્યો હતો.  જાકે તે સમયે લોકો ભેગા થઈ જતા અજાણ્યા હુમલાખોરોએ 'આજે તો તુ બચી ગયો આજ પછી સુરતમાં દેખાશે તો જાનથી મારી નાંખીશ' હોવાની ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે વિપલ ટેલરની ફરિયાદના આધારે કાર્યવાહી કરી અને પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

ઉમરા પોલીસના જણાવ્યા મુજબ વેસુ સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા વિપલ મનીષ ટેલર છેલ્લા ત્રણેય વર્ષથી તેના માતા-પિતાથી અલગ રહી જમીન દલાલીનું કામકાજ કરે છે અને નવેક મહિનાથી તેની ગર્લફ્રેન્ડ સાથે રહે છે. અને હાલમાં ત્રણેક દિવસથી વેસુ સગુન હોટલમાં રહે છે. વિપલ ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે જમ્યા બાદ સિગારેટ પીવા માટે મોપેટ લઈને વેસુ આગમ સ્કેવર ખાતે આવેલ દુબે પાન સેન્ટર ઉપર ગયો હતો તે વખતે તેની ગર્લફ્રેન્ડ રીયા રાજપુતનો ફોન આવતા તેની સાથે વાતચીત કરતો હતો તે દરમિયાન બે મોપેડ ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તેની પાસે આવી કઈ પણ પુછ્યા વગર તેના ઉપર હુમલો કરી માર મારવા લાગ્યા હતા.આ પણ વાંચો :  કચ્છ : ભચાઉમાં ધોળેદિવસે મહિલા સાથે લૂંટ, અજાણ્યા શખ્સો સોનાની બંગડીઓ આંચકી ફરાર

આ કેસમાં પોલીસે ગઈકાલે  ડેનીશ નરેન્દ્રકુમાર રેબીનવાલા (ઉ.વ.૨૫. રહે, નેશવી ઍપાર્ટમેન્ટ અલથાણ), સંજય ઉર્ફે સોનું અમરેકસિંગ લબાનાશેખ (રહે, અંબાનગર ખટોદરા), કપિલ રમેશ નાયકા (રહે, અંબાનગર), મનોજ બાબુ કકાણી (રહે, અંબાનગરઃઅને દિપક યશવંત રાણા (રહે, સોમનાથ સોસાયટી અંબાનગર પાસે)ની ધરપકડ કરી છે, પોલીસની પુછપરછમાં આરોપી ડેનીશ રેબીનવાલાના વિપલ ટેલર પાસે રૂપિયા ૩ હજાર લેવાના નિકળતા હતા તેને લઈને તેનુ અપહરણ કરી મારમાર્યો હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો :  સુરત : 'સોરી મેડમ! સુરજ સરને પૈસે દીયે હે, વરના લડકી કી ન્યૂડ ફોટો ડાલને મેં મુજે ભી શર્મ આતી હે'

પૈસાની લેતીજેતીમાં થયું હતું અપહરણ

પોલીસે આરોપીઓને પૂછપરછ કરતા તેમણે કબૂલ્યુ હતું કે પૈસાની લેતીદેતીમાં અપહરણ થયું હતું અને તેના કારણે તેને ઢોર માર માર્યો હતો. જોકે, આરોપીઓએ 3,000 જેવી મામુલી રકમની વાત કહી રહ્યા છે, જે પોલીસને ગળે ઉતરતી નથી એટલે પોલીસે આ મામલે વધુ તપાસ કરી અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો છે.
Published by:Jay Mishra
First published:October 24, 2020, 16:08 pm

ટૉપ ન્યૂઝ