Home /News /gujarat /

અમદાવાદ : અંદાજીત 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે, આજે ભૂમિપૂજન, કેવી રહેશે સગવડો

અમદાવાદ : અંદાજીત 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે, આજે ભૂમિપૂજન, કેવી રહેશે સગવડો

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ (Ahmedabad)સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ યોજાશે

Umiyadham Bhumi Pujan- શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે

અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાંમાં ઉમિયાધામ (Umiyadham)આવેલ છે. ઉમિયાધામ કેમ્પસમાં (Umiyadham Campus)સમાજના વિકાસ માટે પ્રવૃત્તિ ચાલે છે. પરંતુ હવે આ ઉમિયાધામ કેમ્પસનું નવનિર્માણ થશે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ (Ahmedabad)સોલામાં નવનિર્મિત મા ઉમિયાધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendra Patel)દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે.આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ (Nitin Patel), કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે.

શ્રીખોડલધામ કાગવડ, સમસ્ત પાટીદાર સંસ્થા, સરદાર ધામ ટ્રસ્ટ, શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર, પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, ઉમિયા માતાજી મંદિર કચ્છ, શ્રી શ્રી ઉમિયાધામ મધ્ય પ્રદેશ સહિતની સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો - દાહોદ : 6 મહિનાની સારવારમાં 9 વખત મોતને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો, ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું

74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે જેમાં ઘણા ભાઈ-બહેનો રહી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત upsc અને gpsc જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે.

આ પણ વાંચો - 'સરકાર ખેડૂતોને પાકવીમો અને ટેકાના ભાવ આપવામાં નિષ્ફળ રહી' : હાર્દિક પટેલ

ઉમિયાધામ કેમ્પસમાં અંદાજિત 52 સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્વેટ હોલ બનાવવાના છે. ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે. તેમજ અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે. મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે. તેમજ ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે. જેમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિંગ હશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Bhupendra Patel, Umiyadham, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन