નવી દિલ્હી : યૂપીમાં હાથરસમાં (Hathras Gangrape)દલિત યુવતી સાથે થયેલા બળાત્કારના મામલામાં હવે રાજનીતિ પણ થઈ રહી છે. આ ઘટના પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ (Uma Bharti)મોટું નિવેદન કર્યું છે. ઉમા ભારતીએ કહ્યું કે આપણે રામરાજ્ય લાવવાનો વાયદો કર્યો હતો પણ આ ઘટનામાં પોલીસની સંદેહપૂર્ણ કાર્યવાહીથી યોગી આદિત્યનાથ, યૂપી સરકાર અને બીજેપીની છાપ પર આંચ આવી છે.
આ ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા ઉમા ભારતીએ એક પછી એક ઘણા ટ્વિટ કર્યા હતા. ઉમા ભારતીએ સીએમ યોગીને અપીલ કરી છે કે તે મીડિયાકર્મીઓ અને રાજનીતિક પાર્ટીના દળોના લોકોને પીડિત પરિવાર સાથે મુલાકાત કરવા દે. કોરોનામાંથી સ્વસ્થ થયા પછી હું પોતે પીડિત પરિવારને મળવા માટે હાથરસ જઈશ.
ઉમા ભારતીએ આગળ લખ્યું કે મેં હાથરસની ઘટના વિશે જોયું છે. પહેલા તો મને લાગ્યું કે હું ના બોલું કારણ કે તમે આ સંબંધમાં યોગ્ય કાર્યવાહી કરી રહ્યા હશો પણ જે પ્રકારે પોલીસે ગામની અને પીડિત પરિવારની ઘેરાબંધી કરી છે તેના ગમે તેટલા તર્ક હોય પણ તેનાથી અલગ-અલગ આશંકા જન્મે છે. તે એક દલિત પરિવારની પુત્રી હતી. જલ્દીમાં તેના અંતિમ સંસ્કાર પોલીસે કરી અને હવે પરિવાર અને ગામની પોલીસ દ્વારા ઘેરાબંધી કરવામાં આવી છે. મારી જાણકારીમાં એવો કોઈ નિયમ નથી કે એસઆઈટીની તપાસમાં પરિવાર કોઈને મળી ના શકે. આનાથી એસઆઈટીની તપાસ જ શંકાના દાયરામાં આવી જશે.
ઉમા ભારતીએ આગળ લખ્યું કે હું કોરોના વોર્ડમાં બેચેન છું. જો હું કોરોનો પોઝિટિવ ના હોત તો હું તે ગામમાં તે પરિવાર સાથે બેઠી હોત. એમ્સમાં ઋષિકેષમાંથી સ્વસ્થ થયા પછી હાથરસમાં તે પીડિતના પરિવારને જરૂર મળીશ. હું બીજેપીમાં તમારાથી વરિષ્ઠ અને તમારી મોટી બહેન છું. મારી વિનંતી છે કે તમે મારી સલાહને અમાન્ય ના કરતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર