Home /News /gujarat /

UCIL Recruitment: યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ દ્વારા 130 જગ્યાની ભરતી, 10 પાસ માટે પણ તક

UCIL Recruitment: યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ દ્વારા 130 જગ્યાની ભરતી, 10 પાસ માટે પણ તક

UICL Recruitment 2022 : યુરેનિયમ કોર્પોરેશન લિમીટેડ ઓફ ઈન્ડિયા દ્વારા 130 એપ્રેન્ટિસની ભરતી બહાર પાડવામાં આવી છે.

UICL Recruitment : યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ (UICL) દ્વારા 130 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    UCIL Recruitment 2022:  કોરોના મહામારીની (Covid-19) અસરમાંથી વિવિધ સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીઓ બહાર આવી રહી છે અને વિવિધ પદો માટે ભરતીઓ (Jobs in India) બહાર પાડવામાં આવી રહી છે. તેવામાં નોકરીની શોધ કરી રહેલા અને ધોરણ 10 પાસ ઉમેદવારો (Jobs for 10th Pass Candidates) માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. UCIL દ્વારા વિવિધ 130 પદો માટે ભરતી નોટિફીકેશન (UCIL Recruitment 2022) જાહેર કરવામાં આવી છે. જો તમે પણ આ પોસ્ટ માટે લાયકાતના તમામ માપદંડો પૂર્ણ કરો છો તો તમારા માટે આ એક સુવર્ણ અવસર હોઇ શકે છે. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (Jobs in UCIL)એ વિવિધ સરકારી સંસ્થાઓમાં એપ્રેન્ટિસના પદ પર ભરતી માટે નોટિફીકેશન બહાર પાડી છે. જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો રોજગાર અખબારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર ઑનલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. આપને જણાવી દઇએ કે, અંતિમ તારીખ બાદ મોકલવામાં આવતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

    UCIL Recruitment 2022:   આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

    માઇનિંગ મેટ – 80 પોસ્ટ, બ્લાસ્ટર – 20 પોસ્ટ, વિન્ડિંગ એન્જીન ડ્રાઇવર – 30 પોસ્ટ

    UCIL Recruitment 2022:    શૈક્ષણિક લાયકાત

    માઇનિંગ મેટ – કોઇપણ સ્ટ્રીમમાં ઇન્ટરમિડીએટ પાસ

    બ્લાસ્ટર – ધોરણ 10 પાસ કરેલું હોવું ફરજીયાત છે.

    વિન્ડિંગ એન્જીન ડ્રાઇવર - ધોરણ 10 પાસ કરેલું હોવું ફરજીયાત છે.

    આ પણ વાંચો : IARI Recruitment 2022 : ઈન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં 462 જગ્યાની ભરતી, 44,900 સુધી મળશે પગાર

    UCIL Recruitment 2022:   કેટલી છે વયમર્યાદા

    ઉપરોક્ટ પોસ્ટ માટે નોટિફીકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવારની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઇએ.































    જગ્યા130
    શૈક્ષણિક લાયકાત

    માઇનિંગ મેટ – કોઇપણ સ્ટ્રીમમાં ઇન્ટરમિડીએટ પાસ

    બ્લાસ્ટર – ધોરણ 10 પાસ કરેલું હોવું ફરજીયાત છે.

    વિન્ડિંગ એન્જીન ડ્રાઇવર - ધોરણ 10 પાસ કરેલું હોવું ફરજીયાત છે.
    પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

    અરજી ફીનિશુલ્ક
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખઆ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    અરજી કરવાનું સરનામુંજનરલ મેનેજર (I/P&IRs/CP), યુરેનિયમ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ, PO: જાદુગુડા માઇન્સ, જિલ્લો: પૂર્વ સિંઘભુમ, ઝારખંડ, પિન - 832102



    UCIL Recruitment 2022:   કઇ રીતે કરવામાં આવશે પસંદગી

    ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

    UCIL Recruitment 2022:   કઇ રીતે કરશો એપ્લિકેશન?

    રસ ધરાવતા ઉમેદવારો રોજગાર અખબારમાં આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 30 દિવસની અંદર ઑફલાઇન અરજીઓ સબમિટ કરી શકે છે. અરજીમાં ઉંમર, લાયકાત, જાતિ, ટેલિફોન/મોબાઈલ નંબર, સંપર્ક માટે અરજદારનું હાલનું સરનામું જેમ કે ગામ, પોસ્ટ ઑફિસ, પોલીસ સ્ટેશન, જિલ્લો અને પોસ્ટ ઑફિસનો પિન કોડ, જાતિનું પ્રમાણપત્ર, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, 2 રેફરન્સના નામ અને સંપર્ક વિગતો, પ્રમાણપત્રો અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો વગેરેની સંપૂર્ણ વિગતો આપતો બાયોડેટા ટાઈપ કરીને જનરલ મેનેજર (I/P&IRs/CP), યુરેનિયમ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ, PO: જાદુગુડા માઇન્સ, જિલ્લો: પૂર્વ સિંઘભુમ, ઝારખંડ, પિન - 832102 પર પોસ્ટ/કુરિયર દ્વારા મોકલવાનો રહેશે.

    આ પણ વાંચો : Canara Bank Recruitment : કેનેરા બેન્કમાં વિવિધ જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

    આપને જણાવી દઇએ કે કુરિયર દ્વારા મોકલવામાં આવતા તમામ દસ્તાવેજો અને જાણકારી સાચા હોવા જોઇએ. ખોટી જાણકારી સાથેની અરજીઓને કેન્સલ કરવામાં આવશે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર