અંડર 19 વર્લ્ડ કપ 2018માં ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડીને ટ્રોફી પોતાના નામે કરનાર ભારતીય ખેલાડીઓ માટે બીસીસીઆઈએ એવોર્ડ્સની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ અંડર 19 ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડીને 20-20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
તેની સાથે જ ભારતીય ટીમના હેડ કોચ અને ક્રિકેટર રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયાનું ઇનામ આપશે.
બીસીસીઆઈએ ખેલાડીઓ ઉપરાંત અંડર 19 ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફને માટે પણ ઇનામની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ લોકોને પણ 20-20 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે અંડર 19 વર્લ્ડ કપ 2018નો ખિતાબ ભારતે જીતી લીધો છે. ભારતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું છે. ભારતીય ટીમમાંથી જીતનો સૌથી મોટો હીરો મનજોત કાલરા રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર