Home /News /gujarat /અમદાવાદઃ છેતરપિંડીનો ગજબનો આઈડિયા, BSCના વિદ્યાર્થી મિત્ર સાથે મળી ટ્રેન મુસાફરો ઠગતો
અમદાવાદઃ છેતરપિંડીનો ગજબનો આઈડિયા, BSCના વિદ્યાર્થી મિત્ર સાથે મળી ટ્રેન મુસાફરો ઠગતો
પકડાયેલા આરોપીની તસવીર
Ahmedabad news: પકડાયેલા આરોપીમા ભેમા કુમાવત અને ઓમાંરામ પટેલ બન્ને મૂળ રાજેસ્થાનના રહેવાસી છે. જેમા ભેમા કુમાવત BSCનો વિદ્યાર્થી છે. જયારે તેનો મિત્ર ઓમારામ 10 સુધીનો અભ્યાસ કરેલો છે.
અમદાવાદઃ રેલવે સ્ટેશનમાં (Railway station) ટ્રેનમાં નવા કાયદા (New rules for train) મુજબ વધુ પૈસા લઈને મુસાફરી નહિ કરવાનો ડર બતાવતી ટોળકીની રેલવે પોલીસે (Railway police) ધરપકડ કરી. આર્થિક સંકડામણ વધતા BSCના વિધાર્થીએ મિત્ર સાથે મળીને ઠગાઈ શરૂ કરી હતી. આ શખ્સોએ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને નવા કાયદા અને નિયમો બતાવીને છેતરપિંડી આચરી છે.
કાલુપુર રેલવે સ્ટેશનમાં (Kalupur railway station) ટ્રેનમાં નવા કાયદાનો ડર બતાવીને છેતરપિંડી (Fraurd with people) કરતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. ભેમા કુમાવત અને ઓમાંરામ પટેલએ મોદી સરકારના નવા કાયદા મુજબ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પ્રવાસ દરમિયાન 2000 રૂપિયા જ પોતાની પાસે રાખી શકશે અને બીજા રૂપિયાની કાર્ડ લેવું પડશે.
તેવું કહેતા અને જ્યારે કોઈ મુસાફર વિશ્વાસમાં આવી જાય ત્યારે તેને મુસાફર ખાના નજીક લઈ જઈ તેની પાસે થી રૂપિયા લઈ મોબાઈલમાં ઓ ટી પી આવશે તેમ કહીને મોબાઈલ અને રૂપિયા લઈ પલાયન થઈ જતાં હતા. આ મોડસ ઓપરેન્ડીથી સોનુ શર્મા નામના વ્યકિતએ પણ ઠગાઈ કરતા રેલવે પોલીસે ત્રણેયની ધરપકડ કરીને રૂ 13 હજાર અને 4 મોબાઈલ જપ્ત કર્યા છે.
પકડાયેલા આરોપીમા ભેમા કુમાવત અને ઓમાંરામ પટેલ બન્ને મૂળ રાજેસ્થાનના રહેવાસી છે. જેમા ભેમા કુમાવત BSCનો વિદ્યાર્થી છે. જયારે તેનો મિત્ર ઓમારામ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. આર્થિક સંકડામણ વધતા ભેમાએ છેતરપિંડીથી પૈસા પડાવવાનુ પ્લાનિંગ શરૂ કર્યુ. અને ટ્રેનમા મુસાફરી કરતા લોકોને નવા કાયદા અને નિયમોના નામે ડરાવતો હતો. તેના પહેરવેશ અને વાત કરવાની છતાથી મુસાફરો વિશ્વાસમા આવી જતા અને પૈસા આપી દેતા હતા.
આ બન્ને આ પ્રકારે અનેક લોકોને ચુનો લગાવ્યો હોવાની શકયતાને લઈને પોલીસે પુછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત સુરતના સોનુ શર્મા નામનો બીજા ઠગ પણ આ મોડસ ઓપરેન્ડીથી લોકોને ચુનો લગાવતો હોવાથી પોલીસે તેની પણ ધરપકડ કરીને તપાસ શરૂ કરી. ટ્રેનમા મુસાફરો સાથે મોદી સરકારના નવા કાયદા અને નિયમોના નામે ઠગાઈ કરતા આ ત્રણેય શખ્સોની રેલવે પોલીસે ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે.. મહત્વનુ છે કે એક જ મોડસ ઓપરેન્ડીથી જુદી -જુદી ટોળકી વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ અને અગાઉ કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે.. તે તમામ મુદ્દે તપાસ શરૂ કરી છે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર