Home /News /gujarat /

તમિલનાડુમાં દેવામાં દબાયેલા બે પરિવારોના નવ લોકોની આત્મહત્યા

તમિલનાડુમાં દેવામાં દબાયેલા બે પરિવારોના નવ લોકોની આત્મહત્યા

એક દંપતી પ્રતિબંધિત ત્રણ નંબરની લોટરીમાં લાંબા સમયથી પૈસા લગાવી રહ્યા હતા. જેથી તેમને 30 લાખ રૂપિયાનું દેવું થયું હતું. દેવમાં ડૂબેલા દંપતીએ પહેલા પોતાના ત્રણ બાળકોને સાઈનાઈડ ખવડાવ્યા બાદ પોતે સાઈનાઈડ ખાઈને આત્મહત્યા કરી હતી.

એક દંપતી પ્રતિબંધિત ત્રણ નંબરની લોટરીમાં લાંબા સમયથી પૈસા લગાવી રહ્યા હતા. જેથી તેમને 30 લાખ રૂપિયાનું દેવું થયું હતું. દેવમાં ડૂબેલા દંપતીએ પહેલા પોતાના ત્રણ બાળકોને સાઈનાઈડ ખવડાવ્યા બાદ પોતે સાઈનાઈડ ખાઈને આત્મહત્યા કરી હતી.

    તમિલનાડુમાં (Tamil Nadu) શુક્રવારે હચમચી જવાય એવી ઘટના બની હતી. તમિલનાડુમાં બે પરિવારના (two family) નવ લોકોએ (nine people)આત્મહત્યા (suicide) કરી લીધી હતી. પોલીસના (police) જણાવ્યા પ્રમાણે વિલ્લુપુરમ જીલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી પદાર્થ આઈનાઈડ ખાવાથી મોતને ભેટ્યા હતા. જ્યારે ડિંડીગુલ જિલ્લામાં એક પરિવારના ચાચ લોકોએ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

    સૂત્રો પાસેથી મળતી મહિતી પ્રમાણે વિલ્લુપુરમ જિલ્લામાં એક દંપતી પ્રતિબંધિત ત્રણ નંબરની લોટરીમાં લાંબા સમયથી પૈસા લગાવી રહ્યા હતા. જેથી તેમને 30 લાખ રૂપિયાનું દેવું થયું હતું. દેવમાં ડૂબેલા દંપતીએ પહેલા પોતાના ત્રણ બાળકોને સાઈનાઈડ ખવડાવ્યા બાદ પોતે સાઈનાઈડ ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટના વિલ્લુપુરમ જિલ્લામાં સિથેરીકરાઈ વિસ્તારના સલામત નગરની છે.

    આ પણ વાંચોઃ-OMG! વૃદ્ધ સાસુ-સસરાને ઘરમાં બંધ કરીને બીજા શહેરમાં ગઈ વહૂ અને પછી...

    આ ઘટનામાં મૃતકોની ઓળખ 33 વર્ષીય અરુણ કુમાર, 26 વર્ષીય પત્ની શિવગામી, પાંચ વર્ષની પ્રિયદર્શિની, ત્રણ વર્ષની યુવાશ્રી અને નવ મહિનાની ભારતી તરીકે થઈ હતી. અરુણે સાઈનાઈડ ખાતા પહેલા પોતાના મોબાઈલમાં એક વીડિયો ક્લિપ બનાવી હતી.

    આ પણ વાંચોઃ-બેડરૂમ સાથે અટેચ બાથરૂમથી થાય છે અનેક નુકસાન, અપનાવો આ ઉપાય

    જેમાં અરુણ આ પગલું કેમ ભરે છે એ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે આ ક્લિપ પોતાના મિત્રોને વોટ્સએપ (whats app)ઉપર મોકલી હતી.તેણે વીડિયો ક્લિપમાં (video clips) જણાવ્યું હતું કે, તેણે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે. તે 30 લાખ રૂપિયાથી વધારેનુ નુકસાન ઉઠાવી ચૂક્યા છે.

    આ પણ વાંચોઃ-ઘરમાં સિક્યુરિટી કેમેરા લગાવવાનું વિચારો છો? તો અમેરિકાની આ ઘટના વાંચી લો

    બીજી ઘટના ડિંડીગુલ જિલ્લાની છે જ્યાં કોડાઈ રોડ સ્ટેશન ઉપર એક ટ્રેન (Train) સામે ચાર લોકોએ કૂદીને આત્મહત્યા કરી હતી. રેલવે પાટા ઉપર તેમના શરીરના ટૂકડા વિખેરાયેલા પડ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોમાં 49 વર્ષીય ઉથિરાપાથી, 40 વર્ષીય સંગીતા, 15 વર્ષીય અભિન્યાશ્રી અને 12 વર્ષીય આકાશનો સમાવેશ થાય છે. આ તમામ વોરાઈયુર વિસ્તારના રહેવાસી હતા.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन