બહેન પર સગા ભાઈઓનો બળાત્કારઃ કિશોરીએ પુરાવા તરીકે પોલીસને આપી હતી ક્લિપિંગ

News18 Gujarati
Updated: October 19, 2018, 9:12 AM IST
બહેન પર સગા ભાઈઓનો બળાત્કારઃ કિશોરીએ પુરાવા તરીકે પોલીસને આપી હતી ક્લિપિંગ
પ્રતિકાત્મક તસવીર

કિશોરીએ આ ક્લિપ પોલીસને બતાવી હતી અને કહ્યું હતું કે બંને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે.

  • Share this:
નવી દિલ્હીઃ પોતાની સગી બહેન પર ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજારનારા બે ભાઈઓની મેરઠ પોલીસે ગુરુવારે ધરપકડ કરી લીધી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના છપાયેલા રિપોર્ટ પ્રમાણે કિશોરી ધોરણ-12માં અભ્યાસ કરે છે.

કિશોરીએ પોતાના પર વિતેલી યાતનાઓની ક્લિપિંગ પોતાના મોબાઇલ ફોનમાં ઉતારી લીધી હતી અને બાદમાં તેને પુરાવા તરીકે પોલીસને સોંપી દીધી છે.

કિશોરીએ આ ક્લિપ પોલીસને બતાવી હતી અને કહ્યું હતું કે બંને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે.

કિશોરી સામાજિક કાર્યકર સાથે પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી અને લેખિતમાં ફરિયાદ આપી હતી. પોતાની ફરિયાદમાં કિશોરીએ લખ્યું છે કે બંને ભાઈઓ તરફથી આપવામાં આવી રહેલી શારીરિક યાતનાઓથી તે કંટાળી ગઈ છે, હવે તે વધુ સહન ન કરવા નથી માંગતી.

આ પણ વાંચોઃ સંબંધો મરી ગયા: બહેન પર ભાઈઓએ 4 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર

શહેર એસપી રણવિજયસિંઘે આ અંગે જણાવ્યું હતું કે, કિશોરીની ફરિયાદ બાદ બંને આરોપી ભાઇઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બંનેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.કિશોરીના પિતાનું ક હૃદયની બીમારીને કારણે થોડા વર્ષ પહેલા મોત થઈ ચુક્યું છે. બાદમાં બંને ભાઈઓ તેની અને તેની માતાની હત્યા કરી નાખવાની ધમકી આપીને તેની કિશોરી પર બળાત્કાર ગુજારતા રહ્યા હતા. કિશોરીએ આ અંગેની જાણ કરતા તેની માતાએ પુરાવા તરીકે વીડિયો ક્લિપિંગ ઉતારી લેવાની વાત કરી હતી. વીડિયો ક્લિપિંગ ઉતારી લીધા બાદ યુવતીએ એક સામાજિક સંસ્થાનો સંપર્ક કરીને બંને ભાઈઓ સામે ફરિયાદ કરવાની હિંમત કરી હતી.
First published: October 19, 2018
વધુ વાંચો
अगली ख़बर