Home /News /gujarat /અંકલેશ્વર બેઠકના જંગમાં ભાઈ સામે ભાઈ, એક બીજા સામે ફૂક્યું રણશિંગુ

અંકલેશ્વર બેઠકના જંગમાં ભાઈ સામે ભાઈ, એક બીજા સામે ફૂક્યું રણશિંગુ

ભાઈ-ભાઈની રાજનીતિ...

Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ, અંકલેશ્વરમાં એ માહોલ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. બે સગાભાઈને કોંગ્રેસ અને ભાજપે ટિકિટ આપી છે. આથી આ વખતે અંકલેશ્વરની જાનતા પણ દુવિધામાં છે કે, આ વખતે કોને મત આપવો અને કોને નહીં...

વધુ જુઓ ...
    અંકલેશ્વર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગવા મડ્યા છે. તેને લઈને તમામ પાર્ટીઓએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરવાનું ચાલું કરી દીધું છે. ત્યારે જણાવી દઈએ કે, અંકલેશ્વરમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીએ બે સગાભાઈને ટિકિટ આપી છે. આ નિર્ણયથી અંકલેશ્વરનો મુકાબલો રોચક જોવા મળી શકે છે.

    અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વરસિંહ પટેલને 5મી વખત રિપીટ કરવામાં આવ્યા છે. ઈશ્વરસિંહ પટેલ ગુજરાત સરકારમાં સહકાર અને વાહનવ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે. આ સાથે જ તેઓ સંસદિય સચિવની પણ જવાબદારી નીભાવી ચૂક્યા છે. આ ઉપરાંત, કોંગ્રેસે આ બેઠક પર જ ઇશ્વરસિંહ પટેલના સગાભાઈ વિજયસિંહને મેદાનમાં ઉતારતા રાજકારણ ગરમાયું છે. બંને ભાઈઓ આ વખતે એક બીજાને બરોબરની ટક્કર આપી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

    આ પણ વાંચો:  સત્તા માટે 'કેજરી સેના' કરી રહી છે સેતુનું નિર્માણ, શું AAP ગુજરાત ચૂંટણીમાં જાદુ ચલાવી શકશે?

    જણાવી દઈએ કે, ઈશ્વરસિંહ અને વિજયસિંહે અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં પૂરજોશથી પ્રચાર પસાર પણ શરૂ કરી દીધો છે. પ્રજા પણ બંને ભાઈને આવકારી રહી છે, ત્યારે અંકલેશ્વરની પ્રજાને પણ આ વખતે અજૂગતું લાગી રહ્યું છે. જનતમાં હાલ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, આ તો કેવી રાજનીતિ, કે જ્યાં ભાઈ સામે ભાઈએ રાજનૈતિક રણશિંગુ ફૂક્યું છે. આ સાથે જ, બંને ભાઈઓ ઈશ્વરસિંહ અને વિજયસિંહે એક બીજા સામે વાકયુદ્ધ પણ શરૂ થરી દિધું છે.

    આ બાબતે, ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહે જણાવ્યું હતું કે, મે તો મારા કાકાને હરાવ્યા છે, આ તો મારા ભાઈ છે. તો સામે વિજયસિંહે પણ પોતાના જ સભા ભાઈ સામે હુંકાર ભર્યો છે. તેમણે જણાવ્યું કે, આ વખતે અંકલેશ્વરની જનતા કોંગ્રેસને જ જનમત આપશે.

    આ પણ વાંચો: ઇસુદાન ગઢવીને લઈને મોટા સમાચાર, જામ ખંભાળીયાથી લડશે ચૂંટણી

    કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહની ખાસ વાત એ છે કે, તેઓ પહેલા ભાજપમાં હતા. વિજયસિંહે News18 સમક્ષ દાવો પણ કર્યો છે કે, મે 40 વર્ષ ભાજપમાં સેવા કરી છે, પરતું ભાજપે મારી સાથે અન્યાય કર્યો, એટલે મેં કોંગ્રેસનો પંજો પકડી લીધો છે. જણાવી દઈએ કે, ઈશ્વરસિંહ પોતાના સંબંધીઓ પર રાજનીતિમાં ભારે પડી રહ્યા છે. ઈશ્વરસિંહ કાકા સામે પણ જીત મેળવી હતી. આ સાથે આ વખતે ભાઈ સામે પણ જંગી લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે, અંકલેશ્વરની જનતા કોને સાથ આપે છે.
    Published by:Samrat Bauddh
    First published:

    विज्ञापन
    विज्ञापन