Home /News /gujarat /Price Hike: શું તમે ટુ-વ્હીલર ખરીદવા માંગો છો? જાણો હવે તમારા ખિસ્સામાંથી કેટલા રૂપિયા વધુ જશે

Price Hike: શું તમે ટુ-વ્હીલર ખરીદવા માંગો છો? જાણો હવે તમારા ખિસ્સામાંથી કેટલા રૂપિયા વધુ જશે

વાહનોના ભાવમાં વધારો થયો

Vehicle Price Hike: અન્ય ચીજ વસ્તુઓની જેમ 1લી એપ્રિલ 2023થી ટુ વ્હીલર અને કેટલીક કંપનીઓની ફોર વ્હીલરમાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારા અંગે એક્સપર્ટ દ્વારા વિગતે માહિતી આપવામાં આવી છે. જાણો હવે વાહન ખરીદવા માટે જશો તો કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે?

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ દેશભરમાં 1લી એપ્રિલથી  અનેક ચીજવસ્તુઓના ભાવ વધવાના છે ત્યારે હવે વાહન ખરીદવું મોંઘુ થવાનું છે.  એટલે કે વાહનો ખરીદવામાં જે ભાવ વધારો થશે તેનાથી જેઓ હવે પોતાનું વાહન ખરીદવા માંગે છે તેમણે પોતાના ખિસ્સા હળવા કરવા પડશે. પેહલી એપ્રિલથી ટુ વ્હીલરમાં  3થી 4 હજારનો જ્યારે ફોર વ્હીલર ખરીદીમાં 5-20 હજાર સુધીનો વધારો ચૂકવવા પડશે.

આમ તો જે ભાવ વધારો કોઈપણ ચીજવસ્તુઓમાં થતો હોય છે તેની અસર ગ્રાહકો પર પડતી હોય છે. ત્યારે 1 એપ્રિલ 2023થી પણ વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં પણ ભાવ વધારો થયો છે.

આ પણ વાંચોઃ RTE અંતર્ગત પ્રવેશ મેળવવાની મહત્વની વિગતો

આ ભાવ વધારા પાછળનું કારણ શું છે?


આ અંગે ફેડરેશન ઓફ ઓટોમોબઈલ્સ ડીલર્ષ એસોિયેશનના પૂર્વ ચેરમેન પ્રણવભાઈ શાહ જણાવે છે કે ટુ વ્હીલરમાં  3થી 4 હજારનો ભાવ વધારો થયો છે તેનું મુખ્ય કારણ છે સામાન્ય રીતે 1 ટકા જેવો ભાવ વધારો ટુ વ્હીલરમાં દર વર્ષે થતો હોય છે. પણ આ જે ભાવ વધારો થયો છે તેનું મુખ્ય કારણ OBD-2 નું ઈમ્પ્લીમેંટેશન થયુ તે છે.


OBD -2 એ ભારત સરકારના પોલ્યુશન ઈમેજન નોમ્સ છે. જેને આપણે BS સિરીઝ કહીએ છીએ. એટલે કે BS4 પછી BS6 આવ્યું. BS6 પછી તેમાં OBD1 અને 2 આવ્યા. જેને આપણે ઓન બોર્ડ ડાયગનોસ્ટિકસ કહીએ છીએ તે આવે છે.

આ પણ વાંચોઃ મોંધવારી ભથ્થાના લાભ માટે MLAનો CMને પત્ર

એટલે કે વ્હિકલમાં એવી વસ્તુ મેન્યુફેકચરરે મૂકવી પડે છે કે જ્યારે આપણે વ્હિકલ વર્કશોપમાં લઈ જઈએ ત્યારે તે વ્હીકલમાં પોલ્યુશન કેટલું થાય છે CO2 કેટલું છે તે ઈમીજન નોમસના જે ડેટા છે તે ઓટોમેટિક કેપ્ચર થઈ જાય. અને સરકાર જયારે ઈચ્છે ત્યારે એ ડેટા મેન્યુફેચરર પાસેથી મેળવી શકે છે.


જે માટે વાહનમાં જે ચેન્જીસ કરવામાં આવ્યો છે તેના કારણે આ ભાવ વધારો છે. ફોર વ્હીલરની વાત કરીએ તો અમુક કંપનીઓએ જાન્યુઆરી માસમાં ભાવ વધારો કરી દિધો છે જ્યારે હજુ કેટલીક કંપનીઓ દ્વારા હવે ભાવ વધારો અમલી કર્યો છે. એટલે ફોર વ્હીલરમાં પણ 5થી 20 હજાર સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે.
Published by:Tejas Jingar
First published:

Tags: Auto news, Gujarati news, Price Hike, Two wheeler

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો