Home /News /gujarat /

ATM ન તોડી શક્યા તો JCBથી ઉખાડીને લઈ ગયા, Video વાયરલ

ATM ન તોડી શક્યા તો JCBથી ઉખાડીને લઈ ગયા, Video વાયરલ

ચોરોએ એટીએમ મૂકવા કારની છત કાપી નાખી હતી, ચોરી કરવાની યુક્તિ વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા

ચોરોએ એટીએમ મૂકવા કારની છત કાપી નાખી હતી, ચોરી કરવાની યુક્તિ વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા

    આયરલેન્ડ : સોશિયલ મીડિયા (Social Media) પર ચોરીને એક વીડિયો ખૂબ વાયરલ (Viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચોર એક જેસીબી (JCB)નો ઉપયોગ કરીને ગેસ સ્ટેશન (Gas Station)ની દીવાલ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ એટીએમ (ATM) લૂંટી શકે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે.

    ગ્લોબલ સમાચાર એજન્સી આરટીના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવેલા આ વીડિયોએ લોકો પર ઘણી અસર કરી છે.

    સીસીટીવીમાં કેદ થઈ અજબ ચોરી

    આ સમગ્ર ચોરીની ઘટના પાસેના સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે ચારોનું એક ગ્રુપ જેસીબીનો ઉપયોગ કરીને એટીએમને બહાર કાઢીને ગેસ સ્ટેશનની બહારની દીવાલને ધ્વસ્ત કરતાં જોવા મળે છે.

    દીવાલ તોડીને એટીએમને જેસીબી મશીનની પાસે ઊભેલી એક કાર પર મૂકી દીધું. કારની છત પહેલા જ કાપી દેવામાં આવી હતી. શક્ય છે કે ચોરોએ આવી રોકડવાળા એટીએમનો હિસ્સો સીધી કારમાં નાખવાના પ્રયાસમાં હતા.

    લોકોએ કહ્યું, 'લૉક તોડી ન શકો તો લૉક જ લઈને જતા રહો'

    'ધ ગાર્ડિયન' અનુસાર ચોરોની ટોળીએ પાસે એક કન્સ્ટ્રક્શન સાઇટથી જેસીબી ચોરી લીધું. મળતા અહેવાલ મુજબ, આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ 11મી કૅશ મશીનની ચોરી હતી જેમાં સ્થાનિક લોકો અને પોલીસને ચિંતામાં મૂકી દીધી.

    ચોરી કરવાની આ યુક્તિને કોઈએ 'ઇનોવેટિવ' ગણાવી તો કોઈએ કહ્યુ કે, 'લૉક તોડી ન શકો તો લૉક જ લઈને જતા રહો.'

    આ પણ વાંચો,

    ચોરીની ફરિયાદ આપતી વખતે PM મોદીની ભત્રીજીએ પોતાની VIP ઓળખ જાહેર કરી ન હતી : દિલ્હી પોલીસ
    9 મીટર લાંબા આ સાફાની કિંમત સાંભળીને આંખો ચાર થઈ જશે!
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन