વોશિંગટનઃ અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હૅક (Twitter Account Hacked) કરી લેવામાં આવ્યા છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા (Barack Obama), માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates), દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વારેન બફે સામેલ છે. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડન (Joe Bidden)નું પણ ટ્વિટર હેન્ડલ હૅક કરી લેવામાં આવ્યું છે. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર થઈ છે.
બિટકોઇન સ્કેમ સાથે જોડાયા છે તાર!
અહેવાલો મુજબ, બિટકોઇન સ્કેમ સાથે જોડાયેલા ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. આ દિગ્ગજોને બિટકોઇનમાં ડોનેટ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવી રહ્યું છે કે જો તેઓ અહીં પૈસા લગાવે છે તો તેને બીટીસી ખાતામાં બેગણા કરી દેવામાં આવશે.
પૈસા બેમણા કરવાનું ટ્વિટ
હૅકરોએ માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કર્યું, દરેક મને પરત આપવાનું કહી રહ્યા છે અને હવે સમય આવી ગયો છે. હું આગામી 30 મિનિટ સુધી બીટીસી એડ્રેસ પર મોકલવામાં આવેલા તમામ પેમેન્ટ્સને બમણા કરી રહ્યો છું. તમે એક હજાર ડૉલર મોકલો અને હું આપને બે હજાર ડૉલર પરત મોકલીશ. બાદમાં તેમના એકાઉન્ટથી આ મેસેજને ડિલીટ કરી દેવામાં આવ્યો, પરંતુ થોડીવાર બાદ અનેક દિગ્ગજોના એકાઉન્ટ પણ હૅક થવા લાગ્યા.
તપાસ ચાલી રહી છે
થોડીવાર બાદ ટ્વિટેર એક નિવેદન જાહેર કરતાં કહ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે અને આ વિશે અપડેટ કરી દેવામાં આવશે. એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે આ હેકિંગ દરમિયાન થોડીવારમાં અસંખ્ય લોકોએ હૅકરોને લાખો ડૉલર મોકલી દીધા.
We are aware of a security incident impacting accounts on Twitter. We are investigating and taking steps to fix it. We will update everyone shortly.
સમાચાર એજની રોઇટર્સ મુજબ, હાલના દિવસોમાં આ સૌથી મોટો સાઇબર હુમલો છે. બિટકોઇનના માધ્યમથી પૈસા ડબલ કરનારી પોસ્ટ પહેલા પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે દિગ્ગજ હસ્તીઓના એકાઉન્ટ હૅક કરીને આ પ્રકારના સંદેશ પોસ્ટ કરવામાં આવ્યા હોય.
બિટકોઇન શું છે? - બિટકોઇન એક પ્રકારની વર્ચ્યૂઅલ કરન્સી છે. તે બીજી કરન્સી જેમ કે ડૉલર, રૂપિયા કે પાઉન્ડની જેમ જ ઉપયોગમાં લઈ શકાય છે. ઓનલાઇન પેમેન્ટ ઉપરાંત તેને ડૉલર અને બીજી એજન્સીમાં પણ એક્સચેન્જ કરી શકાય છે. આ કરન્સી બિટકોઇનના રૂપમાં વર્ષ 2009માં ચલણમાં આવી હતી. આજે તેનો ઉપયોગ ગ્લોબલ પેમેન્ટ માટે કરવામાં આવી રહ્યો છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર