'તારક મહેતા...'માં ઘનશ્યામ નાયક પછી નહીં આવે બીજા કોઈ નટ્ટુ કાકા: નિર્માતા અસિત મોદી

અભિનેતા ઘનશ્યામ નાયક - નિર્માતા અસિત મોદી

એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે, ટૂંક સમયમાં કોઈ નવો અભિનેતા આ લોકપ્રિય પાત્ર ભજવશે. ભૂતકાળમાં, એવા અહેવાલો પણ આવ્યા હતા કે, નિર્માતાઓને નવા નટ્ટુ કાકા મળ્યા છે.

 • Share this:
  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. પોતાની ક્લીન કોમેડીને કારણે દર્શકોમાં ખાસ સ્થાન બનાવનાર શોની ટીઆરપી પણ સારી છે. TRP ચાર્ટમાં ટોપ 5 શોમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. ગયા મહિને 3 ઓક્ટોબરના રોજ, શોમાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર લોકપ્રિય અભિનેતા ઘનશ્યામ નાયક (Ghanshaym Nayak)નું નિધન થયું હતું. તેમના મૃત્યુ પછી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે, ટૂંક સમયમાં કોઈ નવો અભિનેતા આ લોકપ્રિય પાત્ર ભજવશે. ભૂતકાળમાં, એવા અહેવાલો પણ આવ્યા હતા કે, નિર્માતાઓને નવા નટ્ટુ કાકા મળ્યા છે.

  વાસ્તવમાં, એક ફેન ક્લબે તાજેતરમાં સોશિયલ મીડિયા પર નટ્ટુ કાકાની એક તસવીર શેર કરી હતી, જે વાયરલ થવા લાગી હતી. ઈલેક્ટ્રોનિક શોપમાં બેઠેલા એક વ્યક્તિની તસવીર શેર કરીને કહેવામાં આવ્યું કે, શો મેકર્સે નવા નટ્ટુ કાકાની શોધ પૂરી કરી લીધી છે. જોકે આમાં કોઈ સત્ય નથી. પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, 'ગડા ઈલેક્ટ્રોનિક્સની ખુરશી પર બેઠેલા તસ્વીરમાં દેખાઈ રહેલા સિનિયર જેન્ટલમેન એક્ટર નથી. તે દુકાન માલિકના પિતા છે. પ્રોડક્શન હાઉસને નટ્ટુ કાકાનું રિપ્લેસમેન્ટ મળ્યું નથી. પરંતુ લોકોએ પણ ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ.

  આ દરમિયાન, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત મોદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'વરિષ્ઠ અભિનેતાના અવસાનને માંડ એક મહિનો થયો છે. ઘનશ્યામ નાયક ઉર્ફે નટ્ટુ કાકા સારા મિત્ર હતા અને હું વર્ષોથી તેમની સાથે કામ કરતો હતો. હું શોમાં તેના યોગદાનને ખૂબ મહત્વ આપતો હતો. હાલમાં, અમારી પાસે નટ્ટુ કાકાના સ્થાને અન્ય કોઈ અભિનેતાની કોઈ યોજના નથી. આને લગતી અનેક પ્રકારની અફવાઓ દરેક જગ્યાએ ફેલાઈ રહી છે. હું શ્રોતાઓને વિનંતી કરીશ કે, આવી કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો.

  આ પણ વાંચોTaarak Mehta Ka Oolta Chashmah: 'બબીતા ​​જી' પછી હવે 'સોનુ'એ ખરીદ્યું ઘર? Photos વાયરલ

  તો, શોના પ્રખ્યાત પાત્ર દિશા વાકાણી ઉર્ફે દયાબેન પણ ચાર વર્ષ પહેલા પ્રસૂતિની રજા પર ગયા હતા, પરંતુ હજુ સુધી પાછા ફર્યા નથી. શો મેકર્સ તેના માટે કોઈ રિપ્લેસમેન્ટ શોધી શક્યા નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક શાનદાર કોમેડી શો છે, જેણે લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કર્યું છે. આ શોના તમામ પાત્રો પોતાની રીતે અનોખા છે. જેઠાલાલ, દયાબેન, નટુ કાકા જેવા તમામ પાત્રો પોતાની આગવી શૈલીના કારણે દર્શકોના દિલમાં પોતાનું વિશેષ સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: