10 વર્ષ નાના બાયફ્રેન્ડ સાથે લિવઇનમાં છે આ અભિનેત્રી, લગ્નની વાતે ભર્યો નનૈયો

10 વર્ષ નાના બાયફ્રેન્ડ સાથે લિવઇનમાં છે આ અભિનેત્રી, લગ્નની વાતે ભર્યો નનૈયો
ડેલનાજ ઇરાની

 • Share this:
  લોકડાઉન સમયમાં ટીવીની જાણીતી અભિનેત્રી ડેલનાજ ઇરાનીને (Delnaaz Irani) લઇને મોટી ખબર આવી છે. વર્ષ 2013માં ટીવી એક્ટર રાજીવ પૉલથી (Rajiv Paul) તલાક લીદા પછી ડેલનાજ ઇરાનીનું દિલ ફરી કોઇના માટે ધડકી રહ્યું છે. હાલ તે પોતાના પાર્ટનર સાથે ખુશ છે. અને બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. ડેલનાજ ડીજે પર્સ કકરિયા (Percy Karkaria)ની સાથે રિલેશનશિપમાં છે. તે બંને એકબીજાને ગત 7 વર્ષથી ડેટ કરી રહ્યા છે.

  ડેલનાજ ઇરાની અને પર્સી કકરિયા હવે લિવ ઇનમાં સાથે રહેવાનું શરૂ કર્યું છે. જો કે તેવી પણ ખબર આવી હતી કે તે લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. સ્પોર્ટબોયની ખબર મુજબ ડેલનાજ હાલ લગ્નની ખબર પર પૂર્ણવિરામ લગાવતા કહ્યું કે હા અમે એક સાથે રહી રહ્યા છીએ અને અમે આમાં ખુશ છીએ. ઉલ્લેખનીય છે કે પાર્સી ડેલનાજથી 10 વર્ષ ઉંમરમાં નાના છે. એક્ટર રાજીવ પોલથી છૂટાછેડા લીધા પછી ડેલનાજના લાઇફમાં પર્સી આવ્યો. તેમના સંબંધો શરૂઆતમાં મિત્રતાથી થયા અને પછી બંનેએ એકબીજાની પ્રેમ અભિવ્યક્ત કર્યો. અને હવે કપલ તરીકે સાથે રહી રહ્યા છે.
  રાજીવ પોલ સાથે ડેનલાજની મુલાકાત 1993માં ફેમશ શો પરિવર્તનના સેટ પર થઇ હતી. 1998માં બંને લગ્નના બંધને બંધાયા. 12 વર્ષ પછી બંને એકબીજાથી છૂટા પડવાનો નિર્ણય લીધો. 2010 આ કપલ અલગ થયા અને 2013માં તેમણે છૂટાછેડા લીધા. ડેનલાજે રાજીવ પર દગો આપવાનો આરોપ લગાવ્યો હતો. અલગ થયા પછી રાજીવ અને ડેનલાજ બિગ બોસ સીઝન 6માં સાથે નજરે પડ્યા હતા. ડેલનાજ છેલ્લી ટીવીમાં પાર્ટનર ટ્રબલ હો ગઇ ડબલમાં નજરે પડી હતી. તે અનેક જાણીતી ફિલ્મ જેમ કે કલ હો ના હો, હમકો દિવાના કર ગયેમાં કામ કરી ચૂકી છે. અને ગત લાંબા સયમથી ટીવીથી દૂર રહીને થિયેટર કરી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:April 04, 2020, 13:34 pm

  ટૉપ ન્યૂઝ