Four More Shots Pleaseનો એ ઇન્ટીમેટ સીન જેણે મચાવી દીધો હતો હાહાકાર!

મિલિન્દ સોમન અને સયાની ગુપ્તાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોઈને દર્શકો દંગ રહી ગયા હતા

મિલિન્દ સોમન અને સયાની ગુપ્તાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોઈને દર્શકો દંગ રહી ગયા હતા

  • Share this:
    મુંબઈઃ કોરોના વાયરસના કારણે લોકોની સુરક્ષા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં હાલના દિવસોમાં ટીવીથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ સુધી દર્શકોના મનોરંજનનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યાં એક તરફ ટીવી પર જૂના લોકપ્રિય શૉ પુનઃ પ્રસારિત થઈ રહ્યા છે તો બીજી તરફ ડિજિટલ પ્લેટફોર્મ પર અનેક નવા રસપ્રદ પ્રોજેક્ટ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એમેઝોન પ્રાઇમ (Amazon Prime) પર ફોર મોર શૉટ્સ સીઝન-2 (Four More Shots Please Season 2) રિલીઝ થઈ છે. સીઝન-2ને જોઈએ તો ચાર દોસ્તોની આ વાર્તામાં જોરદાર બોલ્ડનેસનો તડકો પણ લાગેલો છે. બીજી તરફ, પહેલી સીઝનમાં મિલિન્દ સોમન (Milind Soman) અને એક્ટ્રેસ સયાની ગુપ્તા (Sayani Gupta)નો એક બોલ્ડ ઇન્ટીમેટ સીન જોરદાર ચર્ચામાં રહ્યો હતો.


    ફોર મોર શોટ્સની પહેલી સીઝનમાં 54 વર્ષીય મિલિન્દ સોમન ગાઈનિકોજિસ્ટના પાત્રમાં જોવા મળ્યો હતો. આ સીરીઝની લીડ એક્ટ્રેસ પૈકીની એક 34 વર્ષીય સયાની ગુપ્તાને પોતાના ગાઈનિકોજિસ્ટ પર ક્રશ હતો. સયાની ગુપ્તા, મિલિન્દ સોમનથી ઉંમરમાં 20 વર્ષ નાની છે પરંતુ આ બંને શાનદાર એક્ટર્સની વચ્ચે કમાલની કેમેસ્ટ્રી જોવા મળી હતી.


    ફોર મોર શોટ્સ પ્લીઝાની પહેલી સીઝનમાં આ બંને વચ્ચે અનેક બોલ્ડ ઇન્ટીમેટ સીન દર્શાવવામાં આવ્યા છે. જેમાં મિલિન્દ સોમન પોતાની સુપરફિટ બોડી ફ્લોન્ટ કરતો પણ જોવા મળ્યો હતો. ગાઈનિકોજિસ્ટના રોલમાં મિલિન્દ સોમન અને એક્ટ્રેસ સયાની ગુપ્તાના આ ઇન્ટીમેટ સીન અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા રહી હતી.


    આ ઉપરાંત એક્ટ્રસ બાની અને લીઝા રેની વચ્ચેના બોલ્ડ સીન્સ પણ ચર્ચામાં રહ્યા હતા. બીજી તરફ, હવે તેની બીજી સીઝનમાં પણ ઘણા જબરદસ્ત બોલ્ડ સીન જોવા મળી રહ્યા છે.


    વાત કરીએ સીરીઝની વાર્તાની તો તેમાં ચાર દોસ્ત છે જે અલગ-અલગ સ્થિતિમાંથી પસાર થતી દર્શાવવામાં આવી છે. આ ચારેય યુવતીઓ પ્રેમ, કારકિર્દી અને દોસ્તીમાં મહત્વપૂર્ણ વિકલ્પ પસંદ કરતી જોવા મળી રહી છે.


    પહેલી સીઝનમાં મમ્માઝ ગર્લ બનેલી એક્ટ્રેસ માનવી ગંગારૂ હવે બીજી સીઝનમાં બોલ્ડ થઈ ગઈ છે. તે ઘરેથી ભાગીને વિદેશમાં પોતાનું જીવન પસાર કરી રહી છે અને તેને શોધતા-શોધતા તેની ત્રણ ફ્રેન્ડ ત્યાં પહોંચે છે.
    Published by:user_1
    First published: