લગ્નના 4 વર્ષ પછી છૂટાછેડા લઇ રહ્યો છે આ ટીવી એક્ટર, પોસ્ટ કરી વ્યક્ત કર્યું દુ:ખ

News18 Gujarati
Updated: March 12, 2020, 11:24 AM IST
લગ્નના 4 વર્ષ પછી છૂટાછેડા લઇ રહ્યો છે આ ટીવી એક્ટર, પોસ્ટ કરી વ્યક્ત કર્યું દુ:ખ
સિદ્ધાંત કાર્નિક અને મેધા ગુપ્તા

સિદ્ઘાંત કાર્નિક અને મેધા ગુપ્તાએ છૂટાછેડાની અરજી ફાઇલ કરી લીધી છે

  • Share this:
ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા કપલ્સમાંથી એક છે સિદ્ધાંત કાર્નિક (Siddhant Karnick) અને મેધા ગુપ્તા (Megha Gupta). તેમની ક્યૂટ કેમેસ્ટ્રીના બધા ફેન હતા પણ હવે આ કપલે લગ્નના ચાર વર્ષ પછી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અને છૂટાછેડાની આ ખબર વિષે તેમણે જાહેરાત કરી છે. તેવી પણ ખબર હતી કે તે 1 વર્ષથી અલગ રહી રહ્યા છે. 4 વર્ષ પહેલા એક પ્રેમ ભરેલી લવસ્ટોરીને લગ્નમાં પરિવર્તિત કરનાર આ કપલ્સ વચ્ચે તેવું તો શું થઇ ગયું તે વાત પર એક્ટર સિદ્ધાંત કાર્નિક ખુલીને જવાબ આપ્યો છે.
સિદ્ઘાંત કાર્નિક અને મેધા ગુપ્તાએ છૂટાછેડાની અરજી ફાઇલ કરી લીધી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સિદ્ધાંતે કહ્યું કે કોઇ પણ લગ્ન સરળ નથી હોતો મને અમારા કેસમાં મને તેવું લાગે છે કે મારો ધૈર્ય જવાબ આપી ગયો. કોઇ પણ સંબંધમાં મગજની શાંતિ ખૂબ જ મહત્વની હોય છે. ક્યારેક તમે તેની સાથે જીવતા શીખી લો છો. પણ હવે સમજમાં આવે છે કે મારા જીવનમાં શાંતિનો અભાવ હતો.
View this post on Instagram

2 years and 1 day on.. why the one day late? because I just got back from a hectic trip to Thailand and returned with a case of food poisoning. what was supposed to be me coming back in time for our anniversary and celebrate it with what we had planned turned out to be a day of misery. but within that misery I witness and am reminded of a side of my partner.. who is caring, loving thoughtful, makes me priority above all else. And not a choo comes out for what was supposed to be a day of frolic, drunch (drunken brunch, coined by my wife). that is what a life partner does and is. we have our fights (massive ones) we have our breaking points (exploding ones). we feel that this is the end.. and Lo.. its been two years already.. two years when I carried you into our home.. two years of everything other than the kitchen sink thrown at us. Two years of all the bullshit I put you thru. two years of life and love with you. My love.. I don't know what the future holds for us.. but what i do know its going to be a roller coaster of a ride and I couldn't think of anyone else to be on this journey with. I love you my love. So let's put our seat belts on and take this roller-coaster of life on head on.. with our wits and our love and that special way we hold hands. to you my hommie and to us! happy second!

A post shared by Siddhant Karnick (@siddhantkarnick) onવધુમાં તેમણે કહ્યું કે મેધા અને મેં થેરેપી માટે પણ ગયા અને બધુ ઠીક કરવાનાો અમે તમામ પ્રયાસ કર્યો. ગત માર્ચથી જ અમે અલગ રહેવાનો નિર્ણય કર્યો. જેથી અમે દૂર રહીને એકબીજાના મનમાં પ્રેમ જગાવી શકીએ તે જાણી શકીએ. પણ અમને અનુભવાયું કે જ્યારે અમે સાથે નથી હોતો અમે વધુ સુખી હોઇએ છીએ. પણ તેવું નથી કે અમે ખુશ નહતા. મારી પાસે તેની સાથે ટ્રાવેલ કરવાનો કેટલીક સરસ યાદો છે.

સિદ્ધાંતે કહ્યું કે અમે અલગ થવાનું નક્કી કર્યું છે. મને તેવું લાગે છે કે બે સારા લોકો એક સારા લગ્ન માટે બન્યા છે. છૂટાછેડા ખરાબ વસ્તુ હોઇ શકે છે પણ અમારા કેસમાં તેવું નથી થયું કારણ કે મેધા અને હું તે સમયે અલગ થયા જ્યારે અમારી વચ્ચે બસ થોડો જ પ્રેમ બચ્યો હતો. અમારા બંનેના પરિવાર ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે. મેધા અને સિદ્ધાંત 2015માં એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા. અને બંનેએ 2016માં લગ્ન કર્યા હતા.
First published: March 12, 2020, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading