Home /News /gujarat /VIDEO: નેતાજી થયા ખુશ તો, ચિકન અને દારૂનું કરી નાખ્યું વિતરણ

VIDEO: નેતાજી થયા ખુશ તો, ચિકન અને દારૂનું કરી નાખ્યું વિતરણ

નેતાજી થયા ખુશ તો, ચિકન અને દારૂનું કરી નાખ્યું વિતરણ

તેલંગાણામાં સત્તાધારી પક્ષના નેતાએ રસ્તાની વચ્ચે લોકોને ચિકન અને દારૂનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

    હૈદરાબાદ: આપણે બધા જાણીએ છીએ કે, રાજકારણીઓ જનતાને આકર્ષવા માટે તમામ પ્રકારની લાલચ અને વચનો આપે છે, પરંતુ તેલંગાણામાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના નેતાએ જનતાની વચ્ચે જાહેરમાં એક અજીબોગરીબ કામ કર્યું છે, જેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે, તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને તેલંગાણાના CM KCR રાવ બુધવારે વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય પાર્ટીની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ ખુશીના અવસર પર TRS નેતા રાજનલા શ્રીહરિએ વચ્ચેના રસ્તા પર ટેબલ અને કાર મૂકીને લોકોમાં ખુલ્લેઆમ કોક શરાબનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું.



    રાજનલા શ્રીહરિનું આ પગલું લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. TRS નેતાએ મંગળવારે દારૂની બોટલો અને 200થી વધારે મુરઘીઓનું વિતરણ કર્યું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, TRS પાર્ટીની સામાન્ય સભા દશેરાના અવસર પર એટલે કે 5 ઓક્ટોબરે તેલંગાણા ભવનમાં યોજાશે. સોમવારે CM KCR રાવના કાર્યાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

    આ પણ વાંચો:  સરકાર રચવા માટે કોંગ્રેસે બનાવ્યો આ માસ્ટર પ્લાન

    જોકે, રિલીઝમાં મીટિંગના એજન્ડા વિશે કોઈ માહિતી સામે આવી નથી. રાજકીય લોકોમાં એવી અટકળો છે કે, TRS પ્રમુખ KCR રાષ્ટ્રીય રાજનીતિ પર પોતાનો દૃષ્ટિકોણ લોકો સમક્ષ મૂકી શકે છે. જણાવી દઈએ કે, આ વર્ષે જૂન મહિનામાં KCRએ પાર્ટી નેતાઓ સાથે રાષ્ટ્રીય પાર્ટી બનાવવાના વિચાર પર ચર્ચા કરી હતી. જો કે, નવા પક્ષના વિચાર પર અંતિમ નિર્ણય તે સમયે લેવામાં આવ્યો ન હતો. અહેવાલ મુજબ, તે સમયે સૂત્રોએ જણાવ્યું હતું કે, નવી પાર્ટી માટે ભારત રાષ્ટ્ર સમિતિ, ઉજ્જવ ભારત પાર્ટી અને નયા ભારત પાર્ટી જેવા કેટલાક નામો પર ચર્ચા કરવામાં આવી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन