ટ્રોલર્સને ખોટા લાગ્યા અજય દેવગણની દીકરી ન્યાસાનાં આંસુ, કહી આવી વાત

News18 Gujarati
Updated: June 2, 2019, 3:05 PM IST
ટ્રોલર્સને ખોટા લાગ્યા અજય દેવગણની દીકરી ન્યાસાનાં આંસુ, કહી આવી વાત
ન્યાસાને ટ્રોલ કરતાં એક યૂઝરે લખ્યું, ન્યાસા પ્રાર્થના સભામાં સારી દેખાય એટલે સલૂન ગઇ હતી

ન્યાસાને ટ્રોલ કરતાં એક યૂઝરે લખ્યું, ન્યાસા પ્રાર્થના સભામાં સારી દેખાય એટલે સલૂન ગઇ હતી

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: અજય દેવગણની દીકરી ન્યાસા હમેશાં ટ્રોલર્સનો સોફ્ટ ટાર્ગેટ રહે છે. પહેલાં તે દાદા વીરુ દેવગણનાં નિધન બાદ સલૂન જવા પર ટ્રોલ થઇ. હવે પ્રાર્થના સભામાં દાદાને યાદ કરીને આંસૂ છલકાતા સોશિયલ મીડિયા યૂઝર્સે ફરી વખત તેને ટ્રોલ કરી.

ન્યાસાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જેમાં ન્યાસા રડતી નજર આવે છે અને પાપા અજય દેવગણ તેને સંભાળે છે. હાલમાં આ ફોટો જોઇને લોકો ન્યાસાને રડવા પર ટ્રોલ કરી રહ્યાં છે.

રાજ નામનાં એક યૂઝરે લખ્યુ છે કે, દાદાનાં નિધનનાં એક દિવસ પહેલાં ઓફ શોલ્ડર ટોપ પહેરીને સલૂન અને સ્પામાં ફરી આવી. દેવરામે લખ્યુ કે, હવે કેમ રડી રહી છે.. ઓહ ડ્રામા વાહ.. એક યૂઝરે લખ્યુ કે, ન્યાસા પ્રાર્થના સભામાં સારી

દેખાવા માટે સલૂન ગઇ હતી. નેહ નામનાં એક યૂઝરે તેનાં આસુંને જ ખોટા ગણાવી દીધા હતાં અને લખ્યું હતું કે, કેમેરાનાં સામે નકલી એક્સ્રેશનની કલામાં માહેર થઇ રહી છે ન્યાસાઅજય દેવગણનાં પિતા વીરુ દેવગણનું નિધન સોમવારે 27 મેનાં રોજ મુંબઇમાં થયુ હતું. તબિયત લથડતા તેમનું નિધન થયુ હતું. મુંબઇનાં સાંતાક્રુઝમાં સૂર્યા હોસ્પિટલમાં તેઓ દાખલ હતાં. આ દુનિયાને અલવિદા કહેનારા વીરુ દેવગણ80નાં દાયકાનાં પ્રખ્યાત સ્ટંટ માસ્ટર અને એક્શન કોરિયોગ્રાફર અને ડિરેક્ટર હતાં. તેમણે હિન્દોસ્તાન કી કસમ ફિલ્મ પણ ડિરેક્ટ કરી હતી.

અજય દેવગણનો ફેમસ બાઇક પર ઉભા રહેવાનો સિન ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'માં તેનાં પિતા વીરુ દેવગણે જ ડિરેક્ટ કર્યો હતો.
First published: June 2, 2019, 3:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading