Home /News /gujarat /

મુસાફરી દરમિયાન વ્યક્તિનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, ચાલુ ટ્રેનમાં મચી દોડધામ

મુસાફરી દરમિયાન વ્યક્તિનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, ચાલુ ટ્રેનમાં મચી દોડધામ

આ વ્યક્તિ કોઝિકોડથી તિરુવંતપુરમ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ આવ્યા પહેલા તે પોતાની ગર્ભવતી પત્નને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે પોતાના ગૃહનગર જઈ રહ્યો હતો.

આ વ્યક્તિ કોઝિકોડથી તિરુવંતપુરમ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ આવ્યા પહેલા તે પોતાની ગર્ભવતી પત્નને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે પોતાના ગૃહનગર જઈ રહ્યો હતો.

    કોરોના વાયરસે (coroanvirus) આખી દુનિયામાં કહેર વરસાવ્યો છે ત્યારે ભારત પણ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આવી સ્થિતિમાં કોરોના સંક્રમિત થયાની ખબર પડતા જ લોકો દૂર ભાગવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં ટ્રેનમાં (Train) એ સમયે હડકંપ મચી ગયો જ્યારે યાત્રા સમયે મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને અચાનક જાણવા મળ્યું કે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (corona positive) છે.


    આ વ્યક્તિ કોઝિકોડથી તિરુવંતપુરમ (Kozhikode to Thiruvananthapuram) જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સફર કરી રહ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે કન્યાકુમારીનો રહેનારો આ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પહેલા તે ટ્રેનમાં ચઢી ગયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને ટ્રેનમાંથી ઉતારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


    અધિકારીઓ પ્રમાણે કોઝિકોડ જિલ્લાના કુન્નમંગલમમાં એક મજૂરને કેટલાક લક્ષણો મહેસૂસ થયા બાદ કોઝિકોડમાં ત્રણ દિવસ પહેલા કોરોના પોઝિટિવ ટેસ્ટ માટે સેમ્પલ લીધા હતા. ટેસ્ટ રિપોર્ટ આવ્યા પહેલા તે પોતાની ગર્ભવતી પત્નને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે પોતાના ગૃહનગર જઈ રહ્યો હતો.


    આ વ્યક્તિ તમિલનાડુથી પોતાના ગૃહનગર જવા માટે ચઢ્યો હતો. યાત્રા દરમિયાન તેને સ્વાસ્થ્ય અધિકારીઓને ફોન આવ્યો હતો. અને તેને એર્નાકુલમ ટાઉન રેલવે સ્ટેશન ઉપર ઉતરવા માટે કહ્યું હતું. ખબરો પ્રમાણે કોરોના પોઝિટિવ આવ્યા બાદ કોઝિકોડમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ તેને સંપર્ક કર્યો હતો. પરંતુ ટ્રેન પહેલા જ સ્ટેશનથી નીકળી ચૂક હતી.


    ત્યારબાદ તેને ત્રિશૂલ જિલ્લામાં સ્વાસ્ત્ય અધિકારીઓને સૂચિત કર્યા ત્યારે તે ત્રિશૂર સ્ટેશન ઉપર પહોંચ્યો હતો. ત્યારે પણ ટ્રેન ત્યાંથી નીકળી ચૂકી હતી. અર્નાકુલમમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ તેને ટ્રેનથી નીચે ઉતારીને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.


    રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તે સંક્રમિત વ્યક્તિને ઉતાર્યા બાદ જે ડબ્બામાં તે મુસાફરી કરી રહ્યો હતો. તે ડબ્બાને શીલ કરી દીધો હતો. જેનાથી અન્ય લોકો તેમાં પ્રવેશ ન કરી શકે. જે લોકો તે પીડિત વ્યક્તિ સાથે ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો તેમને પણ ટ્રેનની બીજી સીટ ઉપર સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. (તમામ પ્રતિકાત્મક તસવીર)
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन