ઉદ્યોગોની માગ મુજબ ઇન્સ્ટીટ્યુટમાં યુવકોને કૌશલ્યપૂર્ણ બનાવવા વિચારણા

News18 Gujarati | Web18
Updated: August 13, 2015, 4:52 PM IST
ઉદ્યોગોની માગ મુજબ ઇન્સ્ટીટ્યુટમાં યુવકોને કૌશલ્યપૂર્ણ બનાવવા વિચારણા
ગાંધીનગરઃ રાજ્યમાં ઉદ્યોગોની આવશ્યકતા અનુસારનું કૌશલ્યપૂર્ણ માનવબળ પૂરું પાડવા માટે હવે સ્કીલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ કે યુનીવર્સીટી સ્થાપવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેવી જ રીતે નજીકના ભવિષ્યમાં આ બાબતે સ્કીલ ડેવલોપમેન્ટ પોલીસી પણ લાવવામાં આવશે. આ વ્યવસ્થા ગોઠવવા ઉદ્યોગ જગતના સૂચનો મેળવવા ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક પણ યોજાઈ હતી.

  • Web18
  • Last Updated: August 13, 2015, 4:52 PM IST
  • Share this:
ગાંધીનગરઃ રાજ્યમાં ઉદ્યોગોની આવશ્યકતા અનુસારનું કૌશલ્યપૂર્ણ માનવબળ પૂરું પાડવા માટે હવે સ્કીલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ કે યુનીવર્સીટી સ્થાપવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેવી જ રીતે નજીકના ભવિષ્યમાં આ બાબતે  સ્કીલ ડેવલોપમેન્ટ પોલીસી પણ લાવવામાં આવશે. આ વ્યવસ્થા ગોઠવવા ઉદ્યોગ જગતના સૂચનો મેળવવા ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક પણ યોજાઈ હતી.

રાજયમાં ઘણા સમયથી ઉદ્યોગોની સ્થાપના થઇ છે. નવા નવા ઉદ્યોગ પણ આવી રહ્યા છે. પરંતુ ઉદ્યોગોની જરૂરીયાત અનુસારના તાલીમબદ્ધ મેનપાવરની અછતની સમસ્યા પણ સર્જાઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે હવે રાજય સરકાર સ્કીલ ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટયુટ અથવા તો યુનીવર્સીટીની સ્થાપના કરવાનું વિચારી રહી છે. તેને લઇને જ ઉદ્યોગ જગત સાથે મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. રાજય સરકાર આ મામલે સ્કીલ ડેવલોપમેન્ટ પોલીસી પણ બનાવી રહી છે.

માનવબળના કૌશલ્ય વર્ધન માટે હાથ ધરાયેલા પ્રયાસોના ભાગ રૂપે યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના અગ્રીમ ઉધોગોના પ્રતિનિધિઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સ્કીલ મેનપાવર સહીતના ઉદ્યોગોને નડી રહેલા પ્રશ્નોની આ બેઠકમાં  વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી. સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કીલ ડેવલોપમેન્ટને લઇને કેવા પ્રકારની ઇન્સ્ટીટયુટ હોવી જોઈએ તે અંગે ઉદ્યોગ જગતમાંથી વિવિધ પ્રકારના સૂચનો આવ્યા હતા.

ખાસ પ્રકારની ઔદ્યોગિક વસાહતોમાં એ જ પ્રકારના ઉદ્યોગોની જરૂરીયાત અનુસારનું માનવબળ તૈયાર થાય તે માટે ક્લસ્ટરદીઠ અલગ અલગ તાલીમ કેન્દ્રો સ્થાપવાની ભલામણ પણ કરાઈ હતી. જો કે ઉદ્યોગ જગતે કૌશલ્ય વર્ધનની તાલીમ ઉપર ભાર આપવાના રાજય સરકારના આ પ્રયાસને આવકાર્યો હતો.

સ્કીલ ડેવલોપમેન્ટ માટેની તાલીમી સંસ્થા સ્થાપવા ઉદ્યોગોની સેન્સ લેવા માટે અને તેની પ્રગતિની સમિક્ષા માટે પણ દર બે મહીને આ જ પ્રકારની બેઠક યોજાશે. વડાપ્રધાનની ચાઈના મુલાકાત વખતે ગુજરાતના મુખ્યપ્રધાન પણ ઉધોગ જગતના પ્રતિનિધિમંડળ સાથે ગયા હતા.

ચીનમાં માનવબળને ઉધોગની જરૂરીયાત પ્રમાણે તૈયાર કરવા માટે મોટી તાલીમ સંસ્થા આવેલી છે તેના ઉપરથી જ ગુજરાતમાં પણ આવી ઇન્સ્ટીટયુટ સ્થાપવાનો વિચાર આવ્યો હતો.  હવે તેને આખરી ઓપ આપવાની કવાયત તેજ કરાઈ છે.
First published: August 13, 2015, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading