Home /News /gujarat /

અમદાવાદ : ટ્રાફિક વિભાગનો ઐતિહાસિક સપાટો, 700 TRB જવાનોને છૂટા કર્યા, જાણો શું છે નવી ભરતી માટેના ક્રાઇટેરિયા

અમદાવાદ : ટ્રાફિક વિભાગનો ઐતિહાસિક સપાટો, 700 TRB જવાનોને છૂટા કર્યા, જાણો શું છે નવી ભરતી માટેના ક્રાઇટેરિયા

હાલ શહેર ટ્રાફિક વિભાગમાં 2500 TRBનું મંજુર મહેકમ છે (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Traffic - ગેરરીતી, ગેરવર્તુણક, ગેરહાજરી જેવા કારણોસર ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય

અમદાવાદ :  અમદાવાદ (Ahmedabad)શહેરમાં ચાર રસ્તા પર ટ્રાફિકમાં (Traffic)ફરજ બજાવતા 700 TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય (traffic department released 700 TRB jawan)કરાયો છે. છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં એક વર્ષમાં 50 જેટલા TRB જવાનોને માંડ છૂટા કરાયા હશે પરંતુ અમદાવાદ ટ્રાફિક (Ahmedabad Traffic)વિભાગને ટીઆરબી જવાનોને (TRB jawan)લઈ ગેરરીતી, ગેરવર્તુણક, ગેરહાજરી, ભ્રષ્ટાચાર જેવી ફરિયાદોને લઈ એક વર્ષમાં 700 TRB છૂટા કરાયા છે. હવે નવા 700 પુરુષ અને મહિલા જવાનોની ભરતી કરાશે. ત્યારે TRB જવાનોની ભરતીનો ક્રાઇટેરિયા શું હશે તે જાણવું જરૂરી છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Home Department)દ્વારા TRB જવાનને સોંપવામાં આવેલી કામગીરી જ કરવા આદેશ કરેલો છે. શહેર ટ્રાફિક વિભાગ પહેલેથી જ સક્રિય છે. ટ્રાફિક વિભાગે છેલ્લા એક જ વર્ષમાં 700 TRB જવાનને છુટા કરી દીધા છે. આ શહેર ટ્રાફિક વિભાગની ઐતિહાસિક કામગીરી કહી શકાય. કારણ કે આ અગાઉ વર્ષ દરમિયાન માંડ 40 થી 50 જવાન સામે જ પગલાં લેવામાં આવતા હતા પરંતુ ચાલુ વર્ષે 700 જવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ શહેર ટ્રાફિક વિભાગમાં 2500 TRBનું મંજુર મહેકમ છે. આગામી સમયમાં નવા 700 જવાનોની ભરતી કરવામાં આવશે. જેના માટે અત્યારે 33900 લોકોએ અરજી કરી છે. જે પૈકીની 13752 અરજી ના મંજૂર થઈ છે. TRBને દૈનિક 300 રૂપિયા લેખે 28 દિવસનું ભથ્થું ચુકવવામાં આવે છે.

આ પણ વાંચો - અમદાવાદ : તસ્કરોએ પણ ફિલ્મો જોઈને ચોરીની સ્ટાઈલ બદલી નાખી છે, જાણો ચોરીનો અજીબ કિસ્સો

જેસીપી ટ્રાફિક મયંકસિંહ ચાવડાએ શું કહ્યું

અમદાવાદ જેસીપી ટ્રાફિક મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે TRB જવાનોની સેવા કોન્ટ્રાકટ આધારિત હોય છે. નવી ભરતી ત્રણ વર્ષના કોન્ટ્રાકટ પર કરાશે. અમદાવાદ શહેરમાં અત્યારે કુલ 1800 ટ્રાફિક બ્રિગેડના જવાનો કાર્યરત છે. નવા 700 જવાનો ભરતી કરાશે. જેમાં પુરુષ માટે 800 મીટર દોડ 190 સેકન્ડમાં પૂરી કરવાની હોય છે. 5 પુશઅપ્સ અથવા તો 10 દંડની ફિઝિકલ પરીક્ષા યોજવામાં આવે છે. મહિલા માટે 400 મીટર દોડ 105 સેકન્ડમાં પૂરી કરવાની હોય છે. ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાશે.

આ પણ વાંચો - અમદાવાદ : નોકરીની લાલચ આપી આરોપીએ યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, તમામ હદ પાર કરી

કોઈપણ પ્રકારના ટ્રાગેટ TRB જવાનોને આપવામાં આવ્યા નથી

વધુમાં તેમણે જણાવ્યું કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના ટ્રાગેટ TRB જવાનોને આપવામાં આવ્યા નથી. અમદાવાદ ટ્રાફિક પોલીસ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. ટ્વિટર, ફેસબૂક સહિતના સોશિયલ પ્લેટફોર્મ પર એક્ટિવ છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદ પણ કરી શકશે. દિલ્હીની એક કંપની સાથે અમદાવાદ ટ્રાફીક પોલીસ કરાર પણ કરશે. જેના કારણે લોકોને તમામ માહિતી પહોંચાડી શકાય. રસ્તો બંધ હોય કે કોઈ કામ ચાલુ હોય તે તમામ માહિતી મળી રહેશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Traffic, Home Department, TRB jawan, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन