નેહા કક્કડનાં લગ્ન થયા નક્કી, પંજાબી સિંગર સાથે આ મહિનાનાં અંતમાં કરશે લગ્ન

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ આ મહિનાનાં અંત સુધીમાં કરશે લગ્ન

 • Share this:
  મુંબઇ: બોલિવૂડની ટોપ સિંગર નેહા કક્કડ (Neha Kakkar)નાં લગ્ન અંગે ફરી એક વખત ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ પહેલાં પણ તેનાં લગ્ન અંગે ઘણી ચર્ચાઓ થઇ ચુકી છે. સિંગિંગ રિયાલિટી ટીવી શો ઇન્ડિયન આઇડલનાં ગત સિઝનમાં આવી ચર્ચા હતી કે, નેહા અને આદિત્યનાં લગ્ન થવાનાં છે. જોકે બાદમાં માલૂમ થયુ કે આ બધુ શો માટે કરવામાં આવ્યું હતું. આ બંને વચ્ચે એવું કંઇ જ નથી.

  આ પહેલાં, નેહા કક્કડ એક્ટર હિમાંશ કોહલીની સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી ચૂકી છે. એવું માનવામાં આવે છે કે, બંનેની વાત લગ્ન સુધી પહોંચી હતી. પણ બાદમાં તેમનાં વચ્ચે કોઇ બાબતે ખટરાગ થતાં તેમનું બ્રેકઅપ થઇ ગયુ હતું. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા વિરુદ્ધ ખુબ આરોપ પ્રત્યારોપ કર્યા હતાં. હવે ફરી એક વખત નેહાનાં લગ્નની વાતો સામે આવી છે.
  કહેવાય છે કે, નેહા કક્કડે નક્કી કરી લીધુ છે કે તે લગ્ન કરી જ લેશે. ઘણાં મીડિયા રિપોર્ટ અનુસાર, સિંગર રોહનપ્રિત સિંહનાં હવાલાથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, રોહનપ્રીત અને નેહા આ મહિનાનાં અંત સુધીમાં લગ્ન કરી લેશે. લગ્નની વાત ફાઇનલ થઇ ગઇ છે.

  આ પણ વાંચો- બાહુબલી' એક્ટ્રેસ તમન્ના ભાટિયાને થયો કોરોના, હાલત ગંભીર થતા હોસ્પિટલમાં દાખલ

  રોહનપ્રીત સિંહ 'રાઇઝિંગ સ્ટાર' સિંગિંગ રિયાલિટી શોનો ફર્સ્ટ રનરઅપ રહી ચુક્યો છે. સાથે જ તેણે બિગ બોસ ફેમ શહનાઝ ગિલનાં સ્વંયવર વાળા ટીવી શો 'મુજસે શાદી કરોગે'માં જોવા મળ્યો હતો.

  રોહનનો અવાજ તનો સ્વભાવ ઘણો જ મૃદુલ છે. અહીં સુધી કે શહેનાઝે પણ રોહનને પસંદ કર્યો હતો. પણ થોડા સમય બાદ એવાં સમાચાર આવ્યાં છે કે, રોહને નેહાને પંસદ કરી લીધી છે. અને હાલમાં તે નેહા સાથે ખુબ બધી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી રહ્યો છે.
  Published by:Margi Pandya
  First published: