Home /News /gujarat /

Omicron News: ભારતમાં ઓમિક્રોનથી લોકોને કેટલો ખતરો, સિરો પોઝિટિવિટી રેટ જીવ બચાવશે? આવું કહે છે નિષ્ણાંતો

Omicron News: ભારતમાં ઓમિક્રોનથી લોકોને કેટલો ખતરો, સિરો પોઝિટિવિટી રેટ જીવ બચાવશે? આવું કહે છે નિષ્ણાંતો

નવા વેરિએન્ટે દેશમાં 200થી વધુ લોકોને ખૂબ ઝડપથી ચેપ લગાવ્યો છે અને દેશના 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના દર્દીઓ મળી આવ્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Omicron Variant in India - કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)ના કારણે ભારત સહિત વિશ્વમાં ગભરાટ છે

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)ના કારણે ભારત સહિત વિશ્વમાં ગભરાટ છે. કોરોના (Coronavirus New Variant in India)ના આ નવા વેરિએન્ટે દેશમાં 200થી વધુ લોકોને ખૂબ ઝડપથી ચેપ લગાવ્યો છે અને દેશના 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના દર્દીઓ મળી આવ્યા છે. આ વેરિયન્ટ વધુ ખતરનાક અને સંક્રમક હોવાનું ચર્ચાય છે. ત્યારે નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટી (National Covid-19 Supermodel Committe)નો રિપોર્ટ સામે આવ્યો છે.

ભારતમાં ઓમિક્રોનની અસર, ક્યારે આવશે ત્રીજી લહેર?

કમિટીના અહેવાલ મુજબ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) આવતા વર્ષે ફેબ્રુઆરીમાં આવે તેવી શક્યતા છે. જોકે સમિતિએ સિરો રિપોર્ટને ટાંકીને ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી ખતરનાક હોવાનું કહ્યું છે. બીજી તરફ દેશ - વિદેશમાં ખાસ કરીને યુકે (UK)માં ડોકટરોનો દૃષ્ટિકોણ અલગ છે. આ ડોકટરો માને છે કે, ભારતમાં ઓમિક્રોન ઓછો જોખમી હોય તે જરૂરી નથી. આ વાત સમજાવવા તબીબોએ આલ્ફા અને ડેલ્ટા વેરિએન્ટ્સનું ઉદાહરણ આપ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર ઓમિક્રોનને કારણે આવી શકે

નેશનલ કોવિડ-19 સુપરમોડલ કમિટીના વડા વિદ્યાસાગરના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાના દરરોજ નોંધાતા કેસની સંખ્યા 7,500ની નજીક આવી રહી છે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટને રિપ્લેસ કરવાનું શરૂ કરશે એટલે સંક્રમણના આંકડા ઝડપથી વધશે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા અથવા અન્ય કોઈ કરતા ઝડપથી ફેલાય છે. આથી કોરોનાની ત્રીજી લહેર ઓમિક્રોનને કારણે આવી શકે છે.

આ પણ વાંચો - Women Marriage Age: 21 વર્ષે લગ્ન કરવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર કેવી થશે અસર? જાણો વિગતવાર

નેશનલ કોવિડ-19 સુપરમોડેલ કમિટીનો રિપોર્ટ શું કહે છે?

વિદ્યાસાગર રિપોર્ટમાં સિરો સર્વેને આધાર માની રહ્યા છે. તેઓ કહે છે કે, દેશમાં ડેલ્ટા વેરિએન્ટ એટલે કે બીજી લહેરની ઝપટે ના ચડ્યા હોય તેવા ખૂબ ઓછા લોકો છે. આવી સ્થિતિમાં ત્રીજી લહેર વધુ ખતરનાક નહીં હોય. તેમજ ત્રીજી લહેરનો સામનો કરવા દેશ પહેલેથી જ સંપૂર્ણ પણે તૈયાર છે. ત્રીજી લહેર પહેલાં આરોગ્ય ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

લંડનના ડોક્ટરો શું કહે છે?

ભારતીય મૂળના કેટલાક વિદેશી ડોકટરોને સમિતિના અહેવાલથી કઈ લેવાદેવા નથી. ધ નેશનલ હેલ્થ સર્વિસ ઓફ ઇન્ડિયન ઓરિજિન લંડનના ડો. વીર પુષ્પક ગુપ્તાએ NDTVને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ તેમનું આંકલન હશે. જોકે, યુકેમાં આલ્ફા વેરિએન્ટ્સ અને ડેલ્ટા વેરિએન્ટ્સથી ઘણા ચેપ હતા. ઓમિક્રોન વેરિએન્ટ એન્ટિબોડીને પણ નુકસાન પહોંચાડતો હોવાથી તે ગંભીર છે.

તેઓ વધુમાં કહે છે કે, ભારતમાં ઓમિક્રોન ઓછો ખતરનાક હશે તેવું કહેવું યોગ્ય નથી. તમે ભારતની વસ્તી જુઓ છો? ભારતનું આરોગ્ય માળખું હજી પણ એટલું સારું નથી. ડેલ્ટા વેરિએન્ટ સમયે ભારતમાં શું થયું હતું? તે વાત યાદ છે? જો ભારતની કુલ વસ્તીના 25 ટકા લોકો પણ સંક્રમિત થાય અથવા તેની અસર પણ થાય તો ભારતની આરોગ્ય પ્રણાલી તૂટી પડશે.

આ પણ વાંચો - ક્વોરન્ટાઇન સેન્ટરમાં ગર્ભવતી થઈ ગઈ હતી 3 મહિલાઓ, વહીવટીતંત્રના ઉડી ગયા હતા હોશ, અહીં જાણો આખો કિસ્સો

ગુપ્તા ડર વ્યક્ત કરતા ઉમેરે છે કે, ઓમિક્રોન અને ડેલ્ટા વસ્તી પર એકસાથે હુમલો કરશે અથવા બંનેનું મિશ્રણ નવું સ્વરૂપ બનાવશે તો ભારતમાં વધુ લોકોને સંક્રમણ લાગે તેવી સંભાવના છે. તમને યાદ છે કે થોડા મહિના પહેલા બ્રિટનમાં આલ્ફા વેરિએન્ટ જોવા મળ્યું હતું અને તે ત્યારબાદ ભારત પહોંચ્યું હતું. ઘણા લોકોએ તેના પર ધ્યાન આપ્યું નહીં જેથી તેણે વધુ લોકોને ચેપ લગાવ્યો તેથી તે ડેલ્ટા વેરિએન્ટમાં ફેરવાઈ ગયો હતો.

ડેલ્ટા કેટલું ખતરનાક છે? તમે તે પણ જાણો છે. આ વેરિયન્ટ સામે આજે પણ આપણે લડી રહ્યા છીએ. યુકેમાં બુસ્ટર ડોઝ લેનારાઓને ઓમિક્રોનનું વધુ સંક્રમણ લાગતું નથી. આ ઉપરાંત શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ હોવી એ પણ મોટું પરિબળ છે. જેથી ભારતમાં ફરી એકવાર માસ્ક પહેરવા ફરજિયાત થવા જોઈએ તેમજ વહેલી તકે સોશિયલ ડિસ્ટન્સિંગ અને બુસ્ટર ડોઝની વ્યવસ્થા કરવી જોઈએ.
Published by:Ashish Goyal
First published:

Tags: COVID-19, Omicron Case, ઓમિક્રોન

આગામી સમાચાર