સોનું (Gold)ને સૌથી મોંઘી ધાતુ માનવામાં આવે છે. અને દુનિયાનો લગભગ દરેક દેશ આ સોનાના ભંડારને પોતાની પાસે રાખવા માંગે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની એક રિપોર્ટ મુજબ દુનિયામાં સૌથી વધુ સોનાનો ભંડાર અમેરિકાની પાસે છે. ત્યારે સર્વાધિક સોનાના ભંડાર રાખનાર ટૉપ 10 દેશો વિષે મેળવો કેટલીક રસપ્રદ જાણકારી સાથે જ જાણો ભારત પાસે કેટલું સોનું સરકારી તિજોરીમાં પડ્યું છે. હાલ જ્યાં સોનાનો ભાવ (Gold rate today) આસમાને પહોંચી ગયો છે ત્યારે દરેક દેશ પાસે કેટલા ટન સોનું છે તે જાણો.
અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધુ સોનાનો ભંડાર છે. આ મામલે તેણે અન્ય દેશોને પાછા મૂકી દીધા છે. અમેરિકા પાસે હાલ 8133.53 ટન, કુલ સોનું હાજર છે.
આ લિસ્ટમાં બીજા નંબર જર્મનીનું નામ આવે છે જેની પાસે પણ સોનાનો મોટો ભંડાર છે. જર્મની પાસે 3,364.18 ટન સોનું છે.
ગોલ્ડ રિઝર્વમાં ત્રીજા નંબરે જે દેશનું નામ આવે છે તે ઇટલી છે. ઇટલી પાસે 2451.86 ટન સોનું છે.
જે પછી દુનિયામાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વમાં ચોથા ક્રમે ફ્રાંસ નામ આવે છે. તેની પાસે કુલ 2436.02 ટન સોનું છે.
આ પછી આ લિસ્ટમાં પાંચમો નંબર રશિયાનો આવે છે. રશિયા પાસે 2299.17 ટન સોનું છે.
સોનાના ભાવમાં ભારતના પડોશી દેશ ચીન છઠ્ઠા નંબરે છે. ચીનની પાસે 1948 ટન સોનું છે.
આ બંને દેશો પછી દુનિયામાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વમાં સ્વિટ્ઝર્લૅન્ડનો નંબર આવે છે. તેની પાસે 1,040 ટન સોનું છે.
જે બાદ આ લિસ્ટમાં જાપાનનો નંબર આવે છે. જાપાનની પાસે આટલા 765.22 ટન સોનું છે.
ત્યારે જ્યાં ઘર ઘરમાં સોનું હોય છે તેવા ભારતનું પણ આ લિસ્ટમાં નવમા નંબરે સ્થાન છે. અને તેની પાસે આટલા 653.01 ટન સોનું છે.
આ પછી દુનિયામાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વમાં દસમા નંબરે નેધરલેન્ડ નામ આવે છે. તેની પાસે કુલ 612.46 ટન સોનું છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર