Home /News /gujarat /આણંદ હાઇવે પર ટોલ ટેક્ષની વસૂલાતાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી

આણંદ હાઇવે પર ટોલ ટેક્ષની વસૂલાતાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી

આણંદ જિલ્લાના વાસદ ટોલ નાકા ખાતે અધધ ટોલ ટેક્ષ વસુલાતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાઇવે ઓથોરીટી દ્વારા આડેધડ ટોલ ટેક્ષ વસુલ કરવાની શરૂઆત કરાતાં લોકોમાં રોષ પ્રસરી રહ્યો છે. વાસદ સહીત આજુ બાજુના સરપંચોએ ટોલ નાકા પર ઉગ્ર રજુઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આણંદ જિલ્લાના વાસદ ટોલ નાકા ખાતે અધધ ટોલ ટેક્ષ વસુલાતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાઇવે ઓથોરીટી દ્વારા આડેધડ ટોલ ટેક્ષ વસુલ કરવાની શરૂઆત કરાતાં લોકોમાં રોષ પ્રસરી રહ્યો છે. વાસદ સહીત આજુ બાજુના સરપંચોએ ટોલ નાકા પર ઉગ્ર રજુઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
આણંદ# આણંદ જિલ્લાના વાસદ ટોલ નાકા ખાતે અધધ ટોલ ટેક્ષ વસુલાતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાઇવે ઓથોરીટી દ્વારા આડેધડ ટોલ ટેક્ષ વસુલ કરવાની શરૂઆત કરાતાં લોકોમાં રોષ પ્રસરી રહ્યો છે. વાસદ સહીત આજુ બાજુના સરપંચોએ ટોલ નાકા પર ઉગ્ર રજુઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

નેશનલ હાઇવે આણંદ સહીત ખેડા જિલ્લાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ છે. હાઇવે ઓથોરીટી દ્વારા આ માર્ગને સિક્સ લેન બનાવી અચાનક ખેડા અને આણંદ જિલ્લામાં પ્રવેશ હદ પાસે ટોલ નાકા બનાવી એકાએક ટોલ ટેક્ષ વસુલ કરવાની શરૂઆત કરતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

ટોલ ટેક્ષનો વિરોધ કરતાં લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો કે,  માત્ર 90 કિલોમીટરના ટુંકા અંતરમાં એક નહિ પણ બે બે સ્થળો એ ટોલ વસુલાતા વાહન ચાલકોના ખિસ્સા પર બોજ પડી રહ્યો છે સાથો સાથ ઉદ્યોગો અને ખેડૂતોને પણ ઉચા ટોલ ટેક્ષને લઇ અશર ઉભી થવા પામી છે.

આણંદ વિસ્તારના ઉદ્યોગો દૈનિક 200 જેટલા વાહનો થકી વડોદરા અને અમદાવાદ કાચો પાકો માલ નિકાસ અને આયાત કરે છે સાથે સાથે જિલ્લાના ખેડૂતો વડોદરા અને અમદાવાદ શાકભાજીની નાના મોટા વહાનો થકી નિકાસ કરી રહ્યાં છે, ત્યારે જો ટોલ ટેક્ષમાં માફી કે ઘટાડો નહિ કરાય તો ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

હાઇવે ઓથોરીટી દ્વારા દરેક જિલ્લામાં થી પસાર થતા હાઇવે પર ના ટોલ નાકા દ્વારા જેમ સ્થાનિકોને ટોલ ટેક્ષ ભરવા માંથી છુટ અપાય છે, તેમ આણંદ અને ખેડા જિલ્લાના સ્થાનિકોને પણ છુટ આપવામાં આવે તેવી લોક માંગ ઉભી થવા પામી છે. પ્રજાને નજીવા અંતર માટે ટોલ ટેક્ષ ભરવો પડી રહ્યો છે. જો હાઇવે ઓથોરીટી દ્વારા ટોલ ટેક્ષમાં સ્થાનિકોને માફી અને ઘટાડો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સરપંચો સહીત સ્થાનિકો ઉગ્ર આંદોલન કરી ચક્કા જામ કરે તો નવાઈ નહીં.
First published:

Tags: આંદોલન, ગ્રામજનો, ચક્કાજામ, ચીમકી, રોષ

विज्ञापन
विज्ञापन