Home /News /gujarat /મહિલા હોકી ટીમ ફાઇનલમાં જીત મેળવશે તો ઉદ્યોગપતિ સવજી ધોળકિયા 11 લાખનું ઘર અથવા કાર આપશે

મહિલા હોકી ટીમ ફાઇનલમાં જીત મેળવશે તો ઉદ્યોગપતિ સવજી ધોળકિયા 11 લાખનું ઘર અથવા કાર આપશે

તસવીર - સવજી ધોળકિયા ફેસબુક પેજ

Tokyo Olympics- ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ કહ્યું- આપણા ખેલાડીઓનો ઉત્સાહ વધે તે માટે અમારો નાનો પ્રયત્ન છે જે રાષ્ટ્રને વધારે ગૌરવ અપાવી શકે

    અમદાવાદ : ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં ઈતિહાસ રચતા પ્રથમ વખત સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 1-0થી વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમ 4 ઓગસ્ટે સેમિ ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. ભારતની શાનદાર જીત પર ગુજરાતના ડાયમંડ કિંગ ઉદ્યોગપતિ સવજી ધોળકિયા (Savji Dholakia) પણ ઉત્સાહિત છે. જો ભારતીય મહિલા ટીમ ફાઇનલમાં જીતશે તો સવજી ધોળકિયા 11 લાખ રૂપિયાનું ઘર કે એક નવી કાર ઇનામમાં આપશે.

    સવજી ધોળકિયાએ ફેસબુક પર પોસ્ટ શેર કરતા લખ્યું કે મને એ જાહેરાત કરતા આનંદ થઇ રહ્યો છે કે જો ફાઇનલ મુકાબલો જીતશે તો હરિ કૃષ્ણા ગ્રુપ મહિલા હોકી ખેલાડીઓને 11 લાખ રૂપિયાનું એક ઘર અથવા નવી કાર આપશે. જેમને વિત્તીય સહાયતાની સખત જરૂર છે. આપણી છોકરીઓ ટોક્યો 2020માં દરેક કદમ સાથે ઇતિહાસ રચી રહી છે. આપણે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવી ઓલિમ્પિકની સેમિ ફાઇનલમાં પહોંચ્યા છીએ. આપણા ખેલાડીઓનો ઉત્સાહ વધે તે માટે અમારો નાનો પ્રયત્ન છે જે રાષ્ટ્રને વધારે ગૌરવ અપાવી શકે.



    આ પણ વાંચો - ભારતીય ઓલિમ્પિક ખેલાડી હશે 15 ઓગસ્ટ પર ખાસ મહેમાન, પીએમ મોદી કરશે લાલ કિલ્લા પર આમંત્રિત
    " isDesktop="true" id="1120806" >

    ઉલ્લેખનીય છે કે ભારતની મહિલા હોકી ટીમ માત્ર ત્રીજી વખત ઓલમ્પિકમાં ઉતરી રહી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12માં સ્થાને રહી હતી. આ ઉપરાંત 1980માં ટીમ ચોથા સ્થાન પર રહી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Indian Women Hockey Team, Savji Dholakia, Savji Dholakia Latest News, Savji Dholakia Photos, Tokyo Olympics, Tokyo Olympics 2021, સવજી ધોળકિયા

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन